26th January selfie contest

રસપ્રદ થઈ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, દિગ્વિજય સિંહ પણ લડશે ચૂંટણી!

PC: newsncr.com

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી રસપ્રદ થતી જઇ રહી છે. હવે સામે આવ્યું છે કે, દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેઓ જલદી જ ચૂંટણી માટે નામાંકન કરશે. હાલમાં દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ‘ભારત જોડો યાત્રા’માં હિસ્સો લઈ રહ્યા હતા. હવે તેઓ આજે રાત સુધી દિલ્હી પાછા જશે. પછી કાલે તેઓ નામાંકન દાખલ કરી શકે છે. આ અગાઉ સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાં શશિ થરૂર અને અશોક ગેહલોતનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર મચેલા હોબાળા બાદ અશોક ગેહલોતના ચૂંટણી લડવા પર સંશય બનેલું છે.

બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તો 3 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પદની ચૂંટણી માટે નામાંકન કરવાના છે. શશિ થરૂર સિવાય અધ્યક્ષ પદની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલનું નામ પણ સામે આવી રહ્યું હતું. આ લિસ્ટમાં દિગ્વિજય સિંહનું પણ નામ હતું, જે હવે પાક્કું થઈ ગયું છે. દિગ્વિજય પાસે લાંબો સંગઠનાત્મક અને પ્રશાસનિક અનુભવ છે. તેઓ બે વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે.

તેમની ગણતરી ગાંધી પરિવારના વફાદારોમાં થાય છે. કોંગ્રેસ હાલમાં સંઘ અને તેમના હિન્દુત્વ વિરુદ્ધ અવાજ બુલંદ કરી રહી છે. તેની વિરુદ્ધ દિગ્વિજય સિંહ પણ લાંબા સમયથી પ્રમુખતાથી વાત કરી રહ્યા છે. ખામીઓની વાત કરીએ તો વર્ષ 2019માં ભોપાલથી ચૂંટણી હારી ગયા હતા. નિવેદનોની તેમની મુખ્યતાના કેટલાક અવસરો પર બેકફાયર પણ કરી દે છે, જેમાં પાર્ટીને પણ કેટલીક વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલના સમયમાં દિગ્વિજય સિંહનું જનસમર્થન પણ સમેટાતું દેખાય છે. પરિવારવાદના આરોપોનો સામનો પણ દિગ્વિજય કરી રહ્યા છે અને ભાઈને રાજનીતિમાં સેટ કરવાનો આરોપ લાગતા રહ્યા છે.

શશિ થરૂર કેરળના તિરુવંતપુરમથી કોંગ્રેસ સાંસદ છે. ચૂંટણીમાં શશિ થરૂરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. કરિશ્માઇ વ્યક્તિત્વવાળા શશિ થરૂર ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. દેશ સાથે સાથે વિદેશમાં શશિ થરૂરની પહોંચ છે. સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને પણ કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મંત્રી તરીકે થરૂરે કામ કર્યું છે એટલે તેમની પાસે પ્રશાસનિક અનુભવ છે. બીજી તરફ થરૂર સાથે સૌથી મોટી પરેશાની એ જ રહી છે કે તેઓ G-23નો હિસ્સો હતા. ગેહલોત જ્યાં સુધી ફ્રેમમાં હતા, ત્યાં સુધી માનવામાં આવી રહ્યું હતું કે થરૂરને આ ચૂંટણીમાં ગાંધી પરિવારનું સમર્થન નહીં મળે કેમ કે તેમની પસંદ ગેહલોત છે. પાર્ટીમાં તેઓ સૌથી જૂના પણ નથી. વર્ષ 2009માં જ થરૂર કોંગ્રેસમાં આવ્યા હતા. વિવાદો સાથે સંબંધ, હિન્દી પર ઓછી પકડ પણ તેમની વિરુદ્ધ જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp