બાબા સાહેબના મુદ્દાને લઇને કોંગ્રેસે કરી મોટી જાહેરાત

PC: Khabarchhe.com

સંસદ પરિસરમાં ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે કરેલી ધક્કામુક્કીને કારણે ભાજપના બે સાંસદોને ઇજા થઇ હતી. બંને સાંસદોને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમા કહ્યુ હતું કે ભાજપ ઇશ્યુ ડાયવર્ટ કરવા માટે અમારા પર ખોટા આરોપો લગાવી રહ્યું છે, અમે આ સહન કરવાના નથી, અમે દેશભરમાં આંદોલન કરીશું. ખડગેએ કહ્યું કે અમે તો શાંતિપૂર્વક જઇ રહ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણીના મુદ્દે સંસદમાં ચર્ચા ન થાય તેવી ભાજપની સ્ટ્રેટેજી રહી છે. ગુરુવારે સવારે ભાજપના સાંસદો લાકડી લઇને મરક દરવાજા પાસે રસ્તો રોકીને ઉભા હતા અને મને ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp