અમુક માને છે કે તેઓ મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવી હિંદુઓના નેતા બની જશેઃમોહન ભાગવત
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે પૂણેના એક કાર્યક્રમમા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાંક લોકો માને છે કે તેઓ મંદિર-મસ્જિદના મુદ્દો ઉઠાવીને હિંદુઓના નેતા બની જશે. આ કોઇ પણ કાળે સ્વીકારી શકાય નહીં.
ભાગવતે કહ્યું કે, ભારતે બતાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ. આપણે લાંબા સમયથી સદભાવના સાથે રહીએ છીએ. જો આપણે આપણી સદભાવના દુનિયાને આપવા માંગીએ તો તેના માટે એક મોડલ બનાવવાની જરૂર છે.
ભારત એવો દેશ છે જ્યાં લઘુમતી અને બહુમતી એકસમાન ગણવામાં આવે છે. બઘા પોતાની પૂજા કરી શકે તેવી દેશની પરંપરા છે. બહારથી આવેલા કેટલાક સમૂહના લોકો કટ્ટરવાદ ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આપણો દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp