ફિનલેન્ડની વડાપ્રધાન સના મરિનના લો કટ બ્લેઝર પર થઈ બબાલ, જાણો આખી વિગત
હાલમાં જ લગ્ન કરનારી ફિનલેન્ડની વડાપ્રધાન સના મારિન તેના લો કટ બ્લેઝરને લઈને વિવાદમાં ફસાઈ છે. વડાપ્રધાન સનાએ ડીપ નેકલાઈન બ્લેઝર પહેર્યું છે, જેના લીધે સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેટલાંક લોકો તેના આ રીતના કપડાં પહેરવાનો વિરોધ કરી રહ્યા છે, તો મોટી સંખ્યામાં લોકો તેમને સમર્થન પણ આપી રહ્યા છે. 34 વર્ષના આ વડાપ્રધાનનો ફોટો આ મહિનાના ફેશન મેગેઝીન ટ્રેન્ડીના કવર પેજ પર છપાયેલો છે.
વડાપ્રધાનના આ વિવાદિત ફોટામાં તેમણે ડીપ નેકલાઈન બ્લેઝરની નીચે શર્ટ પહેરેલો નથી. વડાપ્રધાન સનાના આ કપડાંના વિરોધ પછી ઘણી મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો તેમના સમર્થનમાં આવ્યા છે અને આ રીતના કપડાં પહેરીને #IamWithSana અને#SupportSana હેશટેગ સાથે પોતાના ફોટા પોસ્ટ કરી રહ્યા છે. ફેશન મેગેઝીને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ફોટો શેર કર્યો છે.
#supportsanna #kalevalakoru @trendimag @MarinSanna pic.twitter.com/vdw5nDc1Z9
— Sari Viinikainen (@SariViinikainen) October 10, 2020
ટ્રેન્ડી મેગેઝીનની એડિટર મારી કાર્સિકાસે લખ્યું છે કે, આ વિવાદ સ્પષ્ટ રીતે બતાવે છે કે લોકો ફોટામાં શું જુએ છે. આ દર્શકો અંગે ઘણું બધુ કહી જાય છે. પરંતુ એવા પણ લોકો છે જે છાતીને જોતા નથી, તેઓ એ જોઈ છે કે સનાએ એક ટ્રેન્ડી બ્લેક ટ્રાઉઝર પાહેર્યું છે. તેણે વધુમાં કહ્યું હતું કે, નકારાત્મક ટિપ્પણીઓની વ્યાખ્યા કરવી ઘણી કઠિન છે કારણ કે આ સ્ત્રી જાતિ પ્રત્યેનો દ્વેષ છે બીજું કાંઈ નહીં.
The Prime Minister of Finland, Sanna Marin, is catching hellfire for having this photo taken. There is a growing movement with the hashtag #supportsanna to defend her and I invite everyone in the Twitterverse to join in, including men. pic.twitter.com/M4EwiwWZrx
— Stewart Johnson (@StewartEestis) October 13, 2020
બીજી સાઈડ આ ફોટાનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે એક વડાપ્રધાન છાતી દેખાય તેવા કપડાં પહેરવા જોઈએ નહીં. આ તેમના પદની ગરિમા વિરુદ્ધ છે. આ વચ્ચે વડાપ્રધાનને સમર્થન આપનારાઓનું કહેવું છે કે આ એક માત્ર ફોર્મલ ડ્રેસ છે અને તેમાં ભડકાવવા જેવું કંઈ જ નથી. હવે વડાપ્રધાનના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો આ રીતના કપડાં પહેરીને પોતાના ફોટા શેર કરી રહ્યા છે.
In Finland conservatives are angry because prime minister @sannamarin showed a bit of cleavage in a magazine photo shoot.
— Dome Karukoski (@domekarukoski) October 10, 2020
I don’t have much of a cleavage, but I’m with her. (And all the women who want to dress as they themself please)#sannamarin #tissivakopäivä pic.twitter.com/pnA0YrYk26
તે સિવાય સનાને સમર્થન આપનારા લોકોનું કહેવું છે કે મહિલાઓને તેમના કપડાં પરથી જજ કરવામાં આવે છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેઓ ઘણી વખત શર્ટ વગર જોવા મળે છે તો તેમને ટ્રોલ કરવામાં આવતા નથી. તો સના મરિના પર કેમ સવાલ ઉઠાવવામાં આવે છે. 34 વર્ષીય સના મરિન 10 ડિસેમ્બર, 2019થી ફિનલેન્ડનું વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે અને તે દુનિયાની સૌથી નાની ઉંમરના યુવાન વડાપ્રધાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp