ગુજરાતમાં પાટીલની ગુંડાગીરી ચાલી રહી છે, આપણે ગુજરાતીઓ જોઈ રહ્યા છીએ: ઇટાલીયા

PC: Youtube.com

સુરતમાં આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરોને સામાજિક અંતરનું ભંગ કરવાના ગુનામાં વરાછા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોર્પોરેટરોને જેલમે પૂરવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલીયએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. 

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, સુરતમાં સી.આર. પાટીલની ગુંડાગીરી બેફામ બની ગઈ છે. ભાજપના ધારાસભ્ય હર્સ સંઘવી અને સી.આર. પાટીલ વ્યક્તિઓની દાદાગીરી, ગુંડાગીરી અને રાજકીય માથાકૂટ વધી રહી છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે કોર્પોરેટ પોતાના વોર્ડમાં કોરોના આઇસોલેશન વોર્ડ ખોલ્યા છે. સોશિયલ મીડિયામાં બધા લોકોએ જોયું કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કોઈ પણ વાદ વિવાદ વગર લોકોની સેવા કરી રહ્યા છે.

આ સેવાથી પીડાઈને ભાજપના સી.આર પાટીલ કોર્પોરેટર ઉપર સામાજિક અંતરના ભંગનો ગુનો દાખલ કરાવીને તેમને વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પૂર્યા છે. આ ગુંડાગીરી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી નામના વ્યક્તિઓ કરી રહ્યા છે. આ રાજનીતિનો ટાઈમ નથી. આમ આદમી પાર્ટી અત્યારે રાજનીતિ નથી કરતી. કોઈ પણ વાદવિવાદ કે ટીકા ટિપ્પણી કરતી નથી. છતાં તેમના પેટમાં તેલ રેડાય છે. ગુજરાતમાં સી.આર. પાટીલની ગુંડાગીરી ચાલી રહી છે. આપણે બધા ગુજરાતીઓ જોઈ રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે,  એક તરફ લાશ સળગાવવા માટે સ્મશાનમાં જગ્યા નથી. ઇન્જેક્શન માટે લોકો મરી રહ્યા છે. વેન્ટિલેટર નથી, ઇન્જેક્શન નથી, બેડ નથી, ડોક્ટર નથી કંઈ નથી એની ચિંતા અને પરવાહ કરવાના બદલે સી.આર. પાટીલ એવું સમજે છે કે, આ લોકોને વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેસાડી દો એટલે જનતા તાળીઓ પાડશે. સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને કરીને સદબુદ્ધિ આપે આ રાજનીતિનો ટાઈમ નથી. પોલીસને તેની સત્તાનો દુરુપયોગ કરવાનો આ સમય નથી. આ જનતાની સેવા કરવાનો સમય છે. જેટલું થઈ શકે તેટલો આ જનતાને મદદ કરવાનો સમય છે. અત્યારે પોલીસ દ્વારા અમારા કોર્પોરેટરોને જેલમાં ન પૂર્યા હોત તો અત્યારે અમે 50 લોકો અહીંયા આવ્યા છીએ તેઓ લોકોની સેવા કરતાં હોય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp