મોદી સરકારનું ગરીબો માટે રાહત પેકેજ, રાહુલ ગાંધીએ ગણાવ્યું પહેલું યોગ્ય પગલું

PC: indiatimes.com

કોરોના વાયરસ મહામારીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા દેશના ગરીબ વર્ગ માટે મોદી સરકારે ગુરુવારે રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમને 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારના આ પગલાંના વખાણ કરતા ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પહેલું યોગ્ય પગલું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું, હાલના લોકડાઉનના કારણે ખેડૂતો, મજૂરો, શ્રમિકો, મહિલાઓ અને વૃદ્ધો ખરાબ પરિસ્થિતિમાં છે. ભારત તેમનું ઋણી છે. એવામાં આ રાહત પેકેજ આ દિશામાં સરકારનું પહેલું યોગ્ય પગલું છે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસ સંકટ સામે લડવા માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમને ગરીબો, મજૂરો, કર્મચારીઓ માટે 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 3 મહિના સુધી એમ્પ્લોઈ અને એમ્પ્લોયર બંનેના હિસ્સાનું યોગદાન સરકાર કરશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવેલા પેકેજ અંતર્ગત કોરોના વાયરસના સંક્રમણમાં લોકોની સારવાર કરી રહેલા ડૉક્ટરો, પેરામેડિકલ કર્મીઓ, ચિકિત્સા સેવા કર્મીઓને 50 લાખ રૂપિયા પ્રતિ પરિવારનું વીમા કવર આપવામાં આવશે. આ ઉપરાંત, કરિયાણાની દુકાનોમાંથી 80 કરોડ પરિવારોને વધારાના કિલો ઘઉં અથવા ચોખાની સાથે એક કિલો દાળ ત્રણ મહિના સુધી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ મહિલાઓ, વિધવાઓ અને વૃદ્ધોને નાણાકીય સહાયતા આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp