ચૂંટણી પહેલા હરિયાણાની ભાજપ સરકારનો મોટો દાવ, ખેડૂતો માટે મોટી જાહેરાત

PC: twitter.com

હરિયાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ભાજપના પાયા કમજોર થઇ ગયા છે એવા સમયે હરિયાણાની ભાજપ સરકારે મોટો દાવ રમી લીધો છે. રવિવારે ખેડુતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રવિવારે કુરુક્ષેત્રમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું.આ દરમિયાન તેમણે તેમના અત્યાર સુધીની કામગીરી લોકો સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રી સૈનીએ આ દરમિયાન મોટી જાહેરાતો કરી અને કહ્યું કે સરકાર હવે હરિયાણાના ખેડૂતોનો દરેક પાક Minimum Support Price (MSP) પર ખરીદશે. ખેડૂતો ગમે તેટલો પાક ઉગાડે, તેમને MSPની વાસ્તવિક કિંમત મળશે.ચૂંટણી પહેલા આ ભાજપનો મોટો દાવ છે, કારણકે હરિયણામાં ખેડુતો ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે.

CM સૈનીએ કહ્યું કે અત્યાર સુધી અમે MSP પર 14 પાક ખરીદતા હતા, પરંતુ હવેથી હરિયાણા સરકાર 10 નવા પાક એટલે કે MSP પર કુલ 24 પાક ખરીદશે. કેન્દ્ર સરકાર પણ આ 24 પાક MSP પર ખરીદે છે. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ પોતાની રેલીને લઈને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, કુરુક્ષેત્રમાં ભીડ એકઠી થઈ અને તમારું સમર્થન અમારી નીતિઓમાં તમારા વિશ્વાસનું પ્રતીક છે.

આ શુભ અવસર પર અમે હરિયાણાના ખેડૂતો માટે ઘણી ક્રાંતિકારી જાહેરાતો કરી છે, જેમાં સૌથી મહત્ત્વની જાહેરાત એ છે કે હવે સરકાર હરિયાણાના ખેડૂતોનો દરેક પાક MSP પર ખરીદશે. ખેડૂતો ગમે તેટલો પાક ઉગાડે, તેમને MSPની વાસ્તવિક કિંમત મળશે.

મુખ્યમંત્રી સૈનીએ સાથે સાથે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે, કોંગ્રેસનું જુઠ્ઠાણું અને MSPને લઇને ભડકાવવાની રાજનીતિ હવે ખેડુત ભાઇઓની સામે છે. દેશભરમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં માત્ર 2 જ પાક MSP પર ખરીદવામાં આવે છે જેના પૈસા FCIના માધ્યમથી કેન્દ્ર સરકાર ચૂકવે છે.CMએ કહ્યુ કે, હરિયાણાના મારા ખેડુતો કોંગ્રેસના જુઠ્ઠાણા અને ભડકાવવામાં આવવાના નથી.

મુખ્યમંત્રીએ સાથે સાથે એ પણ જાહેરાત કરી કે, ખેડુતોના હીતમાં હું જાહેર કરુ છું કે, ટ્રાન્સફોર્મર બદલવાનો ખર્ચ પ્રદેશના ખેડુતો પાસેથી હવે નહીં લેવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા 10 વર્ષનો અમારો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ હરિયાણા સરકારે સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે જે ઐતિહાસિક ખેડૂત-મૈત્રીપૂર્ણ પગલાં લીધાં છે તે અન્ય કોઈ ઉદાહરણમાં સમગ્ર દેશમાં જોવા મળતું નથી.

હરિયાણામાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને બધા રાજકીય પક્ષો હરિયાણાની સત્તા મેળવવા માટે મંડી પડ્યા છે. ભાજપે પણ ચૂંટણીની તૈયારી કરી લીધી છે. ભાજપે X પ્લેટફોર્મ પર લખ્યું કે, અમે ત્રીજી વખત વિજય શંખનાદનું રણશીંગુ ફુંકી દીધું છે.

હરિયાણામાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે અને કોઇ પણ પાર્ટીએ બહુમત મેળવવા માટે 46 સીટ જીતવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp