ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને આપી આ ચેલેન્જ

PC: Facebook.com

ગુજરાત વિધાનાસભામાં અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગટરમાં સફાઈ કરતી વખતે મોતને ભેટેલા શ્રમિકોને લઇને આજે સંવેદના વ્યક્ત કરી હતી અને સાથે સાથે સરકારને આડેહાથે લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને કહ્યું હતું કે, ગુજરાતના 15 હજાર ગામમાંથી એક ગામ અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરીને બતાવે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટને રિસ્પોન્ડ કરતી વખતે ગુજરાતની વિજય રૂપાણી સરકાર સમક્ષ મેં એક ઓફર આપી કે, કેરલ રાજ્યની અંદર 11 લાખ રૂપિયામાં કોઈ પણ સફાઈ કામદારે ગટરમાં ન ઉતરવું પડે તેવો રોબોટ શોધાઈ ચુક્યો છે. ગુજરાતની રૂપાણી સરકાર લેખિતમાં બાંહેધરી આપવા તૈયાર હોય કે, તેઓ આ રોબોટના માધ્યમથી ગટર કે, ખાળ કુવાની સફાઈ કરાવશે અને દલિત સમાજના કોઈ પણ સફાઈ કામદારે ગટરમાં ઉતારવાની નોબત નહીં આવે, આ વાત સુનિશ્ચિત કરવા માટે તૈયાર હોય તો હું રાજ્યની રૂપાણી સરકારને 11 લાખનો આ રોબોટ મારા પગારમાંથી ગીફ્ટ આપવા માટે તૈયાર છું. આવી ખુલ્લી ઓફર હોવા છતાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી કે, ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય કે, મંત્રી ઉપસ્થિત થયા નહીં અને મારી ઓફરનો સ્વીકાર કર્યો નહીં.

आज गुजरात विधानसभा में सरकार को हमनें ऑफर किया : - " सफाईकर्मियों को गटर में उत्तरके मरना ना पड़े उसके लिए में मेरे पगार से 11 लाख का रोबट गुजरात सरकार को गिफ्ट करने तैयार हूं, यदि सरकार उसका इस्तेमाल करने की तैयारी दिखाए! " भाजपा की पूरी टीम खामोश रही, जिसका मतलब यही निकलताहै कि टेक्नोलॉजी होने के बावजूद सरकार चाहती है कि सफाईकर्मी गटर में उतरे और मरते रहे! यह है भाजपा का "सब का साथ, सब का विकास"! भाजपा के सारे दलित विधायक मूंह पे ताला लगाकर बैठे रहे।

Posted by Jignesh Mevani on Tuesday, 23 July 2019

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ ગઈકાલે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું અને બીજી તરફ માણસને ગટરમાં ઉતરવું ન પડે. તેવી ટેકનોલોજી આ ગ્લોબલાઇઝેશન યુગમાં પણ આપણે લાવી રહ્યા નથી. જેનો મતલબ એ છે કે, બે લાખ કરોડના બજેટમાં સફાઈ કામદારને ગટરમાં ન ઉતરવું પડે તે માટે બે રૂપિયા પણ નથી. સફાઈ કામદાર ગટરમાં ઉતારીને મારતા રહે તેને 2.5 લાખ, 3 લાખ, 4 લાખનું વળતર આપીશું. મતલબ કે, સફાઈ કામદારની જીંદગીની કિંમત વિજય રૂપાણી સરકારે ચાર લાખ કરી છે. આશા રાખું છું કે, મારો 11 લાખનો રોબોટ રાજ્યની વિજય રૂપાણી સરકાર વાપરવાની તૈયારી બતાવશે અને આગળ એક પણ સફાઈને ગટરના ઉતરીને મરવું ન પડે. એટલું સુનિશ્ચિત કરશે. આટલું થાય તો માનીશું કે સૌનો સાથ અને સૌનો વિકાસ સાચો.

જીગ્નેશ મેવાણીએ સરકારને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, તમે સમાજની અંદર રાજકારણમાં જાહેર જીવનમાં સૌના મિત્ર તરીકેની ઈમેજ ધરાવો છો પણ આટલી મોટી એટ્રોસિટીની ઘટનાઓ બને, દલિતો પર અત્યાચાર થાય, સામાજિક હિજરતો થાય, બહિષ્કાર થાય, ઘોડે ચડવાના કિસ્સાઓમાં તમે ક્યારેય દલિત મિત્ર બનીને એક પણ એટ્રોસિટીના ભોગ બનેલા પરિવારની મુલાકાત લીધી નથી. સાથે સાથે એ પણ કહેવા માગું છું કે, ગુજરાતના 15 હજાર ગામમાંથી એક ગામ અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરીને બતાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp