રાફેલ ડીલની તપાસ માટે સંસદીય સમિતિની રચના કરો: શરદ પવાર

PC: intoday.in

NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે જે લોકો આજે સરકારમાં છે તે ક્યારેક બોફોર્સ ડીલ માટે JPCની માંગ કરી રહયા હતા,તે સમયની સરકારે JPC બાનવી પણ હતી.ત્યારે હાલની સરકારે પણ રાફેલ ડીલ માટે JPC(સંસદિય સમિતિ) બનાવવી જોઇએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે રાફેલ ડીલ માટે કેન્દ્ર સરકારે JPCની રચના કરવી જોઇએ. મુંબઇમાં એક ટીવી કાર્યક્રમમાં વિવિધ મુદ્દાઓને લઇને શરદ પવારે પોતાનો અભિપ્રાય આપ્યો હતો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે રાફેલની કિંમત 570થી 1600 કરોડ સુધી લઇ જવાથી લોકોના મનમાં પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવીક છે.

પૂર્વ રક્ષામંત્રીએ રાફેલ ડીલની તપાસ માટે JPC રચવા અંગે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે આજે જે લોકો સરકારમાં છે તે લોકો બોફોર્સ કાંડ મામલે JPCની માંગ કરી રહ્યા હતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે તે સમયની કોંગ્રેસ સરકારે બોફોર્સની તપાસ માટે JPC બનાવી હતી તો હાલની સરકારે પણ JPCની રચના કરી દેવી જોઇએ. આપને જણાવી દઇએ કે આ પહેલા NCP નેતા શરદ પવાર રાફેલ લડાકુ વીમાનની પ્રસંસા કરી ચુક્યા છે.

ઉલ્લેખનિય છે કે તે સમયે તેમણે કહેલુ કે રાફેલ લડાકુ વિમાનની કિંમત સાર્વજનિક કરવામાં કોઇ વાંધો ના હોવો જોઇએ. આ કાર્યક્રમમાં શરદ પવારને જયારે પોતે આપેલા અભિપ્રાય પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે રાફેલ એક શ્રેષ્ઠ લડાકુ વિમાન છે પણ તેની કિમત 570 થી 1600કરોડ સુધી પહોંચે તો તેના પર પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp