પિતાની જેમ જ મને પણ કોઈ પદની ભૂખ નથી- જ્યોતિરાદિત્ય સિંધિયા

PC: dnaindia.com

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દાવો કર્યો છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ન બનાવવા અંગે તેમને કોઈ પસ્તાવો નથી. સાથે જ કહ્યુ હતુ કે, તેમણે એ જ સ્વીકાર્યુ, જે પાર્ટી હાઈ કમાન્ડે કરવા માટે કહ્યુ હતુ. જ્યોતિરાદિત્યએ વધુમાં જણાવ્યુ હતુ કે, તમે જે પણ બોલો છો, તેનો અભ્યાસ કરવો જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે અને મે કહ્યુ હતુ કે, આ મામલે કોંગ્રેસ હાઈ કમાન્ડના નિર્ણયને જ હું માનીશ, સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, જ્યારે પાર્ટી અધ્યક્થે તેમને બદલે પ્રદેશ અધ્યક્ષની મુખ્યંત્રી તરીકે પસંદગી કરી, ત્યારે તેમણે વિરોધ નહોતો કર્યો.

જોકે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ એ જણાવવાનો ઈનકાર કર્યો હતો કે તેમને મુખ્યમંત્રીની ભૂમિકાનો પ્રસ્તાવ મળ્યો હતો કે નહીં. તેમણે જણાવ્યુ હતુ કે, હું તે નહીં કહી શકું, હું પહેલાથી જ સંસદમાં પોતાની પાર્ટીનો મુખ્ય વ્હિપ છું અને મને બીજી કોઈ જવાબદારી આપવી કે નહીં તે હાઈકમાન્ડ નક્કી કરશે. વ્યક્તિગતરીતે તમે આ કામ માટે કમર કસીને તૈયાર રહી શકો છો અને પાર્ટીને મજબૂતી આપી શકો છો.

કોગ્રેંસ નેતા સિંધિયાએ એ સવાલથી પણ બચવાનો પ્રયત્ન કર્યો હતો કે, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેઓ પોતાના નેતૃત્વમાં યુવાઓને વધુ પ્રાધાન્ય આપશે, છતા તેમણે જૂના નેતાઓને જ પસંદ કર્યા તો તે અંગે તમે શું કહેશો. જોકે, સિંધિયાએ જણાવ્યુ હતુ કે, મને લાગે છે કે, અહીં ક્ષમતા મહત્ત્વપૂર્ણ કારણ છે, ઉંમર કે અનુભવ નહીં અને મારા પિતાની જેમ જ મને પણ કોઈ પદની ભૂખ નથી.

શું આ ચૂંટણીમાં મેળવેલી સફળતા પર નિશ્ચિંત થઈને બેસી જવુ કોંગ્રેસ માટે હવે નુકસાનકારક હશે? આ અંગે સિંધિયાએ જણાવ્યુ હતુ કે, સૌથી મોટું નુકસાન ત્યારે થશે, જ્યારે તમે વિચારો કે કોઈપણ ચૂંટણી તમે સરળતાથી જીતી લેશો. જુઓ BJP સાથે શું થયુ? તેઓ વિચારતા હતા કે, તેઓ ખૂબ પાવરફુલ છે, પરંતુ અમે તેમની પાસેથી ત્રણ રાજ્યો જીતી લીધા. તેમણે એવુ પણ જણાવ્યુ હતુ કે, 2013માં જે મોદી હતા, તે મોદી હવે 2018માં નથી. તમે થોડાં સમય સુધી કેટલાક લોકોને મુર્ખ બનાવી શકો છો, તમે બધા જ લોકોને થોડાં સમય માટે મુર્ખ બનાવી શકો છો, પરંતુ તમે બધાને હંમેશાં મુર્ખ ન બનાવી શકો. અહીં કામ કરવાનુ હોય છે. મને લાગે છે કે લોકોએ ઘણી માયાજાળના માધ્યમથી જોયુ છે કે, BJPએ લોકોને શું વાયદાઓ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp