તેલંગાણા ચૂંટણી: મતદાન મથક પર ‘સેલ્ફી’ લેવી યુવકને મોંઘી પડી, જાણો વિગત

PC: timesnownews.com

હૈદ્રાબાદ: ભારે સુરક્ષા વચ્ચે તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન શુક્રવારે મતદાન વખતે એક યુવકની મતદાન મથખ પર સેલ્ફી લેવાના ચક્કરમાં ધરપકડ કરવામાં આવી છે. આ વ્યકિતની ઓળખ શિવ શંકર તરીકે થઈ છે, જેને ગ્રેટર હૈદ્રાબાદના રાજેન્દ્રનગર વિસ્તારના મતદાન મથક પરના ચૂંટણી અધિકારીની ફરિયાદ પર પોલીસે ધરપકડ કરી છે.

આ અંગે અધિકારીએ જણાવ્યું કે, પીપલ્સ એક્ટ અંતર્ગત મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાની અને તેનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે. ચૂંટણી પંચે મતદાન મથકની અંદર સેલ્ફી લેવા વાળા ફર્સ્ટ ટાઈમ વોટરોને ખાસ ચેતવ્યા હતા. આમ છતાં શિવશંકરે મતદાન મથકની અંદર સેલ્ફી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ 119 બેઠકો પર 31 જિલ્લાની 32,815 મતદાન મથકો પર મત આપવામાં આવી રહ્યા છે. મતદાન પ્રક્રિયા પૂરી કરવા માટે કુલ 1.50 લાખથઈ વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત મતદાન માટે 55329 EVMની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાધિશ TRS, BJP અને કોંગ્રેસ-TDPના ગઠબંધન વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp