આણંદમાં રાજપુતોના ટોળાએ દલિત યુવાન અને તેની માતાને માર માર્યો

PC: hindustantimes.com

ગુજરાતનાં આણંદ જિલ્લાનાં ગામમાં સ્મશાનગૃહ પાસે મૃત ગાયને ચાબખા મારવા માટે દલિત મહિલા અને તેનાં પુત્રને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં મૃત ગાયોનો નિકાલ કરવામાં આવે છે તેના બદલે સ્મશાનગૃહ પાસે ગાયને લાવવામાં આવતા ઘટના બની હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

એક વર્ષ પહેલા ગીર-સોમનાથનાં ઉના ખાતે દલિત યુવાનોને આવી જ રીતે ફટકારવામાં આવ્યા હતા. ઉનાની ઘટનાએ સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવ્યો હતો.

ખંભાત ડિવિઝનનાં ડીવાયએસપી ડીડી ડામોરે જણાવ્યું કે 22 વર્ષીય યુવાને ફરીયાદ નોંધાવી છે. તેની ફરીયાદ પ્રમાણે શનિવારે રાત્રે રાજપુત જાતિનાં 15 જણાનાં ટોળાએ તેમનાં ઘરે પથ્થરમારો કર્યો હતો. યુવાન અને તેની માતાને ગંદી ગાળો બોલી હતી. સામનો કરવામાં આવતા ટોળાએ તેમને માર માર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા ગંભીરર પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહ્યું હતું.

ડીડી ડામોરનાં જણાવ્યા પ્રમાણે આ ઘટના 11મી ઓગષ્ટથી ઘટવાની શરૂ થઈ હતી. યુવાન એક મૃત ગાયના ચામડાને ઉતરાડવા લઈ આવ્યો હતો. ગામલોકોએ સરપંચ પાસે ઈશ્યુ લઈને ગયા હતા. સરપંચ અને ગામ લોકોએ યુવાનને અલગ જગ્યાએ મૃત ગાયને લઈ જવા જણાવ્યું હતું.

તે વખતે યુવાને નિયમનું પાલન કરવાની બાંહેધરી આપી હતી. છતાં પણ ઉશ્કેરાયેલા ટોળાએ 12મી તારીખે યુવાન અને તેની માતા પર હુમલો કર્યો હતો.
સોજીત્રા પોલીસે એફઆઈઆર લઈ આઈપીસીની કલમ 143(અનલોફુલ એક્ટીવિટી), 323 અને 506(2) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. યુવાન અને તેની માતાને 24 કલાક બંદોબસ્ત આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp