કયા દેશમાં ભણી રહ્યા છે સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી? વિદેશ મંત્રાલયે જણાવ્યું

PC: ircctimes.com

સરકારે ગુરુવારે સંસદને જણાવ્યું કે, વર્તમાનમાં 13 લાખ કરતા વધુ ભારતીય વિદ્યાર્થી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર સ્ટડી માટે વિદેશ જનારા પ્રવાસી વિદ્યાર્થીઓના આંકડા રાખે છે. પોતાના જવાબમાં કીર્તિવર્ધન સિંહે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાંસ, સિંગાપુર, રશિયા, ઇઝરાયલ અને યુક્રેન સહિત 108 દેશોમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું દેશ મુજબ વિવરણ શેર કર્યું.

વિદેશ મંત્રાલયે જાહેર કર્યો આંકડો:

શેર કરવામાં આવેલા આંકડા મુજબ, હાલમાં 13,35,878 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. તેમના અનુસાર  2023માં આ આંકડો 13,18,955 હતો, જ્યારે 2022માં 9,07,404 હતો. તેમણે કહ્યું કે, ચાલુ વર્ષમાં 13,35,878 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 4,27,000 કેનેડામાં, 3,37,630 અમેરિકામાં, 8580 ચીનમાં, 8 યૂનાનમાં, 900 ઇઝરાયલમાં, 14 પાકિસ્તાનમાં અને 2510 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે.

એક સવાલના જવાબમાં કીર્તિવર્ધન સિંહે કહ્યું કે, ભારત સરકાર સતત એવા દેશોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે જે દુનિયાભરમાં યાત્રાને સરળ બનાવવા માટે ભારતીયોને વિઝા મફત પ્રવેશ યાત્રા, પહોંચવા પર વિઝા જેવી સુવિધા પ્રદાન કરી શકે છે. વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું કે, વિદેશ સ્થિત ભારતીય મિશન/ પોસ્ટ સતત વિદેશમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરે છે અને તેમને પોતાને ત્યાં કે ગ્લોબલ રિશ્તા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ પહેલી વખત વિદેશ યાત્રા કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહનું આયોજન કરે છે. તેમને મેજબાન દેશોમાં સુરક્ષાના મુદ્દાઓ બાબતે જાણકારી આપે છે. તેઓ તેમને ભારતીય મિશન/પોસ્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવા અને નિયમિત રૂપે જોડાઇ રહેવાની સલાહ પણ આપે છે. ભારતીય મિશન/પોસ્ટ સ્વેચ્છાએ રજીસ્ટ્રેશનના માધ્યમથી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના ડેટા એકત્ર કરવા માટે જરૂરી પદ્ધતિનો ઉપયોગ કરે છે.

તો વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એક સવાલના લેખિત જવાબમાં વર્ષ 2019થી લઈને 2023 વચ્ચે ભારતીય નાગરિકતા છોડનારા લોકોના લેખિત આંકડા આપ્યા. તેમણે ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા રાજ્યસભામાં આપતા બતાવ્યું કે, વર્ષ 2022માં 2023ની તુલનામાં વધારે લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. સરકારી આંકડાઓ મુજબ, વર્ષ 2022માં 2,25,620 લોકોએ ભારતીય નાગરિકતા ત્યજી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp