NYAY અંગે કોંગ્રેસની સ્પષ્ટતા, માત્ર મહિલાઓના ખાતામાં જમા કરાવાશે 72000 રૂપિયા

PC: ANI

કોંગ્રેસે ન્યૂનતમ આવકના વાયદાની ટીકા કરતા મંગળવારે ભાવિ યોજના અંગે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ સરકાર ગરીબોને 72 હજાર વાર્ષિક એટલે કે દર મહિને 6 હજાર રૂપિયા આપશે. જો કોઈ પરિવાર 6 હજાર રૂપિયા કમાતો હશે તો કોંગ્રેસની સરકાર તેને વધુ 6 હજાર રૂપિયા આપશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ હતુ કે, આઝાદ હિન્દુસ્તાનમાં ગરીબી દૂર કરનારી આ દુનિયાની સૌથી મોટી યોજના છે. દેશના 20 ટકા ગરીબ પરિવારોને 72000 વાર્ષિક આપવામાં આવશે. આ પૈસા કોંગ્રેસની સરકાર ઘરની ગૃહિણીના ખાતામાં જમા કરાવશે. તેમણે સ્પષ્ટ કરી દીધુ છે કે, તેને માટે કોઈપણ સબસિડી બંધ નહીં થશે, તેમજ કોઈપણ યોજના અટકાવવામાં નહીં આવશે. આ યોજના અન્ય તમામ યોજનાઓ કરતા અલગથી લાગુ કરવામાં આવશે.

યોજના અંગે સ્પષ્ટ કરી આ સ્પષ્ટતા

  • દેશના 20 ટકા ગરીબ પરિવારોને મળશે આ લાભ
  • કોંગ્રેસ સરકાર ઘરની ગૃહિણીના ખાતામાં જમા કરાવશે પૈસા
  • શહેર અને ગામ તમામને ભેદભાવ મળશે મળશે ફાયદો
  • ગરીબોને લઈને આ દુનિયાની સૌથી મોટી યોજના છે ન્યાય

વડાપ્રધાન અને BJP પર હુમલો

રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસ સરકારમાં સંભવિત ન્યાય યોજનાની ટીકા કરવાને લઈને BJP અને નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માન્યું હતુ કે, કોંગ્રેસે 70 વર્ષના કાર્યકાળમાં ગરીબીને 70 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp