નાયબ મુખ્યમંત્રીએ એક ખેડૂતની જેમ ખેતરમાં કર્યું રાત્રિ રોકાણ

PC: youtube.com

2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ વચ્ચે વર્ચસ્વનો જંગ જામ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાની ખુરશી મજબૂત કરવા દિલ્હીમાં ધામા નાંખ્યા. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પોતાના મત વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે.

એક રીપોર્ટ અનુસાર, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જોધપુરના જાલૌર, સિરોહી અને પાલીના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોને મળી રહ્યા છે. બે દિવસમાં સચિન પાયલોટે ત્રણ જિલ્લાની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે જાલૌરના કસોલા ગામની મુલાકાત લીધી ત્યારે તેમણે એક ખેડૂતના ખેતરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. તેમણે સામાન્ય વ્યક્તિની જેમ ભોજન કર્યું, ખુલ્લા આકાશની નીચે ચોપાલ લગાવીને ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી.

નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જે ખેડૂતના ખેતરમાં રોકાયા હતા તેનું નામ જયકિશન હતું. જયકિશનના ખેતરમાં તેમણે સાંગરીનું શાક, છાશ, રબડી અને બાજરાનો રોટલો ખાધો હતો. ખેતરમાં જ તેમણે દાઢી કરી હતી, સવારે દાતણ કર્યું હતું અને ખેડૂતની જેમ ભોજન કર્યું હતું. ખેડૂત જયકિશનના ખેતરના સચિન પાયલોટની સાથે આવેલા નેતાઓ અને અધિકારીઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp