PM મોદી અને અમિત શાહ ફરી મારા મિત્રો થઇ ગયા છેઃ પ્રવિણ તોગડીયા
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડૉ.પ્રવિણ તોગડીયાએ ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ડૉ.તોગડીયાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી મારા મિત્રો થઇ ગયા છે. હવે તમે વિચારો કે યોગી, PM મોદી, તોગડીયા એક થઇ જાય તો દુશ્મનોની શું હાલત થશે?
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ડૉ. તોગડીયાએ કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ કાયદો ગમે તેમ કરીને લાવીશું એના માટે જરૂર પડશે તો દંડાનો પણ ઉપયોગ કરીશું.
બાંગ્લાદેશમાં અલ્પ સંખ્યક હિંદુઓ પર થયેલા અત્યાચાર બાબતે તોગડીયાએ ક્હ્યું હતું કે, હવે બાંગ્લાદેશ સામે આંખ લાલ કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp