રાહુલ ગાંધીએ જણાવ્યું કોણ છે હિન્દુ? બોલ્યા-તે એટલો નબળો નથી કે પ્રતિહિંસાનું...

PC: indiatodayne.in

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક લેખ શેર કરીને પોતાના વિચાર સામે રાખ્યા છે. ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્’ના હેડિંગ સાથે આ લેખમાં રાહુલ ગાંધી લખે છે કે દરેક પ્રકારના પૂર્વાગ્રહ અને ભયથી મુક્તિ મેળવીને સત્યના સમુદ્રમાં સમાઈ જવું જ અસલી હિન્દુ ધર્મ છે અને સત્ય અને અહિંસા જ એકમાત્ર રસ્તો છે.’ તેમની આ પોસ્ટ પર લોકોના ખૂબ રીએક્શન પણ આવી રહ્યા છે.

રાહુલ ગાંધી લખે છે કે, ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્.. એક હિન્દુ પોતાના અસ્તિત્વમાં સમસ્ત ચરાચરને કરુણા અને ગરિમા સાથે ઉદારતાપૂર્વક આત્મસાત કરે છે કેમ કે એ જાણે છે કે જીવનરૂપી આ મહાસાગરમાં આપણે બધુ ડૂબી-ઉતરી રહ્યા છીએ. નિર્બળની રક્ષાનું કર્તવ્ય જ તેનો ધર્મ છે.’ પોતાના લેખની જે તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમાં રાહુલ લખે છે કે, ‘કલ્પના કરો, જિંદગી પ્રેમ અને ઉલ્લાસની ભૂખ અને ભયનો એક મહાસાગર છે અને આપણે બધા તેમાં તરી રહ્યા છીએ.

તેની સુંદર અને ભયાનક શક્તિશાળી સતત પરિવર્તનશીલ લહેરો વચ્ચોવચ આપણે જીવવાનો પ્રયાસ કરીએ છીએ. આ મહાસાગરમાં જ્યાં પ્રેમ, ઉલ્લાસ અને અથાગ આનંદ છે. તો ભય છે, મૃત્યુનો ભય, ભૂખનો ભય, દુઃખનો ભય.. આ મહાસાગરમાં સામૂહિક અને નિરંતર યાત્રાનું ના જીવન છે, જેની ભયજનક ઊંડાઈઓમાં આપણે બધા તરીએ છીએ. ભયાનક એટલે કેમ કે આ મહાસાગરથી આજ સુધી ન તો કોઈ બચી શક્યું છે અને ન બચી શકશે.

જે વ્યક્તિમાં પોતાના ભયની જડમાં જઈને આ મહાસાગરને સત્યનિષ્ઠાથી જુએ છે, સાહસ છે, એ જ હિન્દુ છે.. એક હિન્દુ પોતાના અસ્તિત્વમાં સમસ્ત ચરાચરને કરુણા અને ગરિમા સાથે ઉદારતાપૂર્વક આત્મસાત કરે છે કેમ કે તે જાણે છે કે જીવનરૂપી આ મહાસાગરામાં આપણે બધા ડૂબી-ઉતરી રહ્યા છીએ. એક હિંદુમાં પોતાના ભયને ઊંડાણમાં જોવા અને તેને સ્વીકાર કરવાનું સાહસ હોય છે. જીવનની યાત્રામાં એ ભયરૂપી શત્રુને મિત્રમાં બદલાવાનું શીખે છે.

ભય તેના પર ક્યારેય હાવી થતો નથી, વરણ ઘનિષ્ઠ સખા બનીને તેને આગળનો માર્ગ દેખાડે છે. એક હિંદુનો આત્મ એટલો નબળો હોતો નથી કે તે પોતાના ભયના વશમાં આવીને કોઈ પ્રકારના ક્રોધ, ધૃણા કે પ્રતિહિંસાનું માધ્યમ બની જાય. હિન્દુ જાણે છે કે સંસારની સમસ્ત જ્ઞાનરાશિ સામૂહિક છે અને બધા લોકોની ઇચ્છાશક્તિ અને પ્રયાસથી ઉપજી છે. એ માત્ર એકલાની જ સંપત્તિ નથી. જ્ઞાન પ્રત્યે ઉત્કટ જિજ્ઞાસાની ભાવનાથી સંચાલિત જ અંતઃકરણ સદૈવ ખુલ્લો રહે છે.

એ વિનમ્ર હોય છે અને આ ભાવસાગરમાં વિચારી રહેલા કોઈ પણ વ્યક્તિને સાંભળવા-શીખવાનું પ્રસ્તુત. પોતાના લેખના અંતમાં રાહુલ લખે છે કે હિન્દુ બધા પ્રાણીઓને પ્રેમ કરે છે. એ જાણે છે કે આ મહાસાગરમાં તરવાના સૌના પોત-પોતાના માર્ગ અને રીત છે. બધાને પોતાના માર્ગ પર ચાલવાનો અધિકાર છે. એ બધા માર્ગોને પ્રેમ કરે છે, બધાનો આદર કરે છે અને તેમની ઉપસ્થિતિને પોતાની માનીને સ્વીકારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp