26th January selfie contest

કોંગ્રેસને ગેહલોત પાસેથી છે હજી આશા! મનાવવાના પ્રયાસો ચાલુ, પ્લાન-B પણ તૈયાર

PC: indiaaheadnews.com

રાજસ્થાનમાં રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તર પર હજુ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસેથી આશા બંધાયેલી છે. સમાચાર છે કે, મંગળવારના રોજ ગેહલોતને પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવાર બનાવવાના અને સ્ટેન્ડ બદલવા માટેના પ્રયાસો ઝડપી કરી દીધા છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસે 71 વર્ષીય નેતા સિવાય પણ પ્લાન B તૈયાર કરી રાખ્યો છે. ગેહલોત ટૂંક સમયમાં જ દિલ્હી આવીને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સિવાય આનંદ શર્મા અને અંબિકા સોનીએ પણ ગેહલોત સાથે વાત કરી છે. અહીં ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી પાર્ટીએ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં રહેવા માટે કહ્યું છે. સાથે જ, કોંગ્રેસે પ્રમુખ પદ માટે ખડગે, દિગ્વિજય સિંહ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક, મીરા કુમારે અધ્યક્ષની ચૂંટણીમાં પ્લાન B તૈયાર કરી રાખ્યો છે.

રિપોર્ટ મુજબ, ગેહલોતે આગામી મુખ્યમંત્રીને લઈને પોતાનું વલણ બદલવાનો અને નિર્ણય પાર્ટીના વડા પર છોડવાનો નિર્ણય કર્યો છે. સમાચાર છે કે, મંગળવારના રોજ ગેહલોતે મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, તેમને કોઈપણ પદમાં રસ નથી, પરંતુ તેમની જગ્યા પર એ 102 ધારાસભ્યોમાંથી પસંદ કરવામાં આવવું જોઈએ, જેઓ 2020માં પાયલટના બળવા દરમિયાન પાર્ટી સાથે રહ્યા હતા.

જ્યારે અહીં, દિલ્હીમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વરિષ્ઠ નેતાઓની સાથે બેઠકો કરી છે. તેઓ હાલમાં જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, ખડગે, અજય માકન અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સામાન્ય સચિવ K.C. વેણુગોપાલને મળ્યા હતા. આ સાથે જ તેમણે કેરળના વરિષ્ઠ નેતા A.K. એન્ટનીને દિલ્હી બોલાવ્યા હતા.

ભાષા મુજબ, કોંગ્રેસની શિસ્તબદ્ધ સમિતિએ મંગળવારની રાત્રે રાજસ્થાનના મંત્રીઓ શાંતિ ધારીવાલ અને મહેશ જોશી તેમજ પાર્ટીના નેતા ધર્મેન્દ્ર રાઠોડને તેમના 'સ્થૂળ અનુશાસન' માટે કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને તેમને 10 દિવસની અંદર એ જણાવવા માટે કહેવામાં આવ્યું હતું કે, તેમની સામે કાર્યવાહી કેમ નહીં કરવી જોઈએ.

નોમિનેશન પ્રક્રિયાની શરૂઆત 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 30 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, 17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષની પસંદગી માટે મતદાન થશે અને 19 ઓક્ટોબરના રોજ મત ગણતરી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp