ચૂંટણી જીતવા ગેહલોત દેવું કરી મતદારોને મફતમાં વસ્તુઓ આપી રહ્યા છે, RBIનો રિપોર્ટ
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. સત્તાના શિખર સુધી પહોંચવા માટે રાજનૈતિક પાર્ટીઓ પૂરો દમખમ લગાવી રહી છે. રાજસ્થાન સરકાર જ્યાં એક બાદ એક જાહેરાતો કરી રહી છે, તો ભાજપ પણ વૉટર્સને લોભાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. એવામાં સવાલ એ છે એક આ યોજનાઓને પૂરી કરવા માટે પૈસા આવશે ક્યાંથી? જો સરકાર લોન લે છે તો તેને ચૂકવવાની કઇ રીત અપનાવવામાં આવશે? ચૂંટણી અગાઉ વૉટર્સને લોભવવા માટે યોજનાઓના માધ્યમથી પૈસા વહાવવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનમાં આ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી ઑગસ્ટ સુધી સરકાર 12,288 કરોડ લોન લઈ ચૂકી છે, જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરમાં 14 હજાર કરોડથી વધુની લોન લેશે. RBIના રિપોર્ટ મુજબ, વર્ષ 2022-23 દરમિયાન રાજસ્થાનની લોન વધીને 5,37,013 કરોડ રૂપિયા થઈ ગઇ છે. જે એક વર્ષ અગાઉ 4,58,089 કરોડ હતા. રાજસ્થાન સરકાર પણ બોન્ડ બજાર જઈ રહી છે. પંજાબ બાદ આ રાજ્ય દેશમાં સૌથી વધુ દેવામાં ડૂબ્યું છે. તો ચૂંટણી માટે કરવામાં આવેલી જાહેરાતોનો પણ દબાવ છે.
વૉટર્સને લોભાવવા માટે રાજ્ય સરકાર ફ્રી બી યોજનાઓ કે જેમને સામાજિક ન્યાયી બતાવી રહી છે તેના પર ખૂબ પૈસા વહાવી રહી છે. છેલ્લા 6 મહિનામાં અડધો ડઝન યોજનાઓમાં ખૂબ પૈસા ફાળવવવામાં આવ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા મુખ્યમંત્રી અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજનાથી લગભગ 1.10 કરોડ લોકોને લાભ આપવાની યોજના છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત આવનાર પરિવાર આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજનામાં લાભાર્થીને એક સીલબંધ પેકેટમાં એક કિલો દાળ, એક કિલો ખાંડ અને એક કિલો મીઠું, 10 ગ્રામ મરચાનો પાઉડર, 100 ગ્રામ ધનિયા પાઉડર, 50 ગ્રામ હળદર સાથે 1 લીટર રિફાઇન્ડ તેલ આપવામાં આવી રહ્યું છે. આ યોજના માટે સરકાર વાર્ષિક લગભગ 4,500 કરોડ ખર્ચ કરશે. જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ ધારાસભ્ય નરપત સિંહ રાજવીએ કહ્યું કે, રાજસ્થાન લોનની જાળમાં ફસાઈ ચૂક્યું છે અને અંતે તેની અસર ગરીબો પર જ પડશે. તો રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંહે કહ્યું કે, આ લોન જો અમે લઈએ છીએ તો પરત પણ કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp