CM ગેહલોતના નજીકના લોકો પર દિલ્હીથી રાજસ્થાન સુધી ઇનકમ ટેક્સ પછી EDના છાપા

PC: assettype.com

રાજસ્થાનમાં રાજકીય સંકટની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના લોકો પર આયકર વિભાગનો સકંજો કસવાનો શરૂ થઇ ગયો છે. આયકર વિભાગે 200થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્દી અને રાજસ્થાનમાં ઘણાં સ્થળો પર છાપેમારી કરી છે. આ છાપેમારી અશોક ગેહલોતના નજદીકના વ્યક્તિ ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોડાને ત્યાં કરવામાં આવી છે.

સોમવારે સવારે જ્વેલરી ફર્મના માલિક રાજીવ અરોડાને ત્યાં આયકર વિભાગની ટીમ પહોંચી. તેમના ઘરે અને ઓફિસ પર છાપેમારી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે આ છાપેમારીની સૂચના સ્થાનીક પોલીસને આપવામાં આવી નહોતી. આયકર વિભાગની ટીમ કેન્દ્રીય રિઝર્વ પોલીસની સાથે છાપેમારી કરી રહી છે.

રાજીવ અરોડા ઉપરાંત ધર્મેન્દ્ર રાઠોડના ઘર અને ઓફિસ પર આયકર વિભાગની ટીમ છાપેમારી કરી રહી છે. ધર્મેન્દ્ર રાઠોડને પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીક ગણવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે, રાજીવ અરોડા અને ધર્મેન્દ્ર રાઠોડની સાથે દેશની બહાર કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજસ્થાન કોંગ્રેસનું આર્થિક મેનેજમેન્ટ જુએ છે રાજીવ અરોડા

આયકર વિભાગની ટીમે જે રાજીવ અરોડાના ઠેકાણાઓ પર છાપેમારી કરી છે, તે રાજસ્થાન કોંગ્રેસનું આર્થિક મેનેજમેન્ટ પણ જુએ છે. આ છાપેમારીના રાજકીય નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ, ભાજપા પર સતત હુમલો કરી રહી છે અને ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવી રહી છે.

ગેહલોતના દીકરાના બિઝનેસ પાર્ટનર પર EDની છાપેમારી

મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતના બિઝનેસ પાર્ટનર રવિકાંત શર્મા પર EDની છાપેમારી છે. રવિકાંત શર્માને વિદેશથી આવેલા કરોડો રૂપિયા વિશે પૂછવામાં આવી રહ્યું છે. પાછલા દિવસોમાં EDએ રવિકાંત શર્માને નોટિસ મોકલી હતી.

કોંગ્રેસે છાપેમારી પર સવાલ ઉઠાવ્યા

રાજીવ અરોડા અને ધર્મેન્દ્ર અરોડાના લગભગ 24 ઠેકાણા પર ચાલી રહેલી છાપેમારી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ભાજપા પર ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કોંગ્રેસે સ્થાનિક પોલીસને સૂચના આપ્યા વિના આયકર વિભાગની છાપામારી પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ભાજપાએ આરોપો નકાર્યા

ભાજપા પ્રવક્તા સંદીપ પાત્રાએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે આયકર વિભાગે છાપેમારી રોકી હતી. હવે ફરીથી આયકર વિભાગ કાર્યવાહી કરી રહી છે. આ છાપેમારી અને રાજસ્થાનના રાજકીય સંકટનું કાંઇ લેવા-દેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp