શરદ પવારનો મોટો ખુલાસોઃ PM નરેન્દ્ર મોદીએ આપી હતી આ ઓફર

PC: gstatic.com

મહારાષ્ટ્રમાં રાજકીય નાટક ખૂબ ચાલ્યું હતું. શિવસેના અને કોંગ્રેસ સાથે સરકારની રચનાની ચર્ચા વચ્ચે શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા અને અજિત પવારના ટેકાથી સરકારની રચના કરી. ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું કે શરદ પવાર અને નરેન્દ્ર મોદીની બેઠકમાં આ ગઠબંધનને મંજૂરી આપવામાં આવી હતી.

એવી અટકળો ચાલી રહી હતી કે PM મોદીએ શરદ પવારને આગામી રાષ્ટ્રપતિ બનાવવાની દરખાસ્ત આપી હતી. જો કે, પછી શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે તે અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય હતો. શરદ પવારે સતત ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને શિવસેના, કોંગ્રેસ સાથે નવી સરકારનો માર્ગ મોકળો કર્યો હતો. હવે નવી સરકારની રચના બાદ શરદ પવારે PM મોદી સાથેની બેઠકમાં જે બન્યું તેનો ખુલાસો કર્યો છે.

સમાચાર એજન્સી અનુસાર શરદ પવારે મરાઠી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન સાથેની બેઠક પર ખુલ્લા મનથી વાત કરી હતી. પવારે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે PM મોદીએ પુત્રી સુપ્રિયા સુલેને કેબિનેટ પ્રધાન બનાવવાની દરખાસ્ત પણ કરી હતી. મને રાષ્ટ્રપતિ બનાવવાની વાત નહોતી થઇ. શરદ પવારે કહ્યું કે મેં PM મોદીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે તેમણે વડાપ્રધાનને કહ્યું કે અમારા સંબંધો ખૂબ સારા છે, તે સારા રહેશે પરંતુ મારા માટે ભેગા થઈને કામ કરવું શક્ય નથી. ઉલ્લેખનીય છે કે સુપ્રિયા સુલે શરદ પવારના પુત્રી છે. સુપ્રિયા પુણેની બારામતી લોકસભા બેઠક પરથી સાંસદ છે. મહારાષ્ટ્રમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, વિપક્ષ પર હુમલો કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવાર પ્રત્યે નરમ વલણ બતાવ્યું હતું. PM મોદી શરદ પવાર ઉપર સીધો હુમલો ટાળતા હતા. PM મોદીએ અગાઉ પણ પવારની પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp