શું 6 મહિનામાં પડી ભાંગશે એકનાથ શિંદે સરકાર, જાણો પવારે આવું શા માટે કહ્યું?

PC: rajneta.com

NCP પ્રમુખ શરદ પવારનું કહેવુ છે કે, એકનાથ શિંદે સરકાર વધુમાં વધુ 5-6 મહિનાની મહેમાન છે. જોકે, આ દરમિયાન પક્ષમાં 164 અને વિપક્ષમાં 99 વોટ પડ્યા. પવારે પોતાની પાર્ટીના નેતાઓને કહ્યું છે કે, તેઓ મધ્યાવધિ ચૂંટણી માટે તૈયાર રહે. મીડિયા સાથે વાત કરતા પવારે કહ્યું કે, આવી સરકારોનું ભવિષ્ય વધુ નથી હોતું. શિંદેના મુખ્યમંત્રી બનવા પર પણ પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઈએ કલ્પના નહોતી કરી કે BJP શિંદેને મુખ્યમંત્રી બનાવશે. તેમણે દેવેન્દ્ર ફડણવીસના ઉપ મુખ્યમંત્રી બનવા પર પણ વ્યંગ કર્યો હતો.

જ્યારે અઢી વર્ષ પહેલા મહાવિકાસ અઘાડી સરકારનું ગઠન થયુ હતું. ત્યારથી લઈને સરકાર પડવા સુધી BJP નેતાઓએ પણ આવી જ ભવિષ્યવાણી કરી હતી. તે સમયે વિપક્ષમાં બેઠેલા મહારાષ્ટ્ર BJPના ટોચના નેતાઓએ કહ્યું હતું કે, સરકાર 6 મહિના પણ નહીં ચાલશે. ઘણા નેતાઓએ અલગ-અલગ તારીખો પર સરકાર તૂટવાના અલગ-અલગ દાવાઓ કર્યા હતા. આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, ચંદ્રકાંત પાટીલ, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નામ સામેલ છે.

શરદ પવારે NCP કાર્યકર્તાઓને કહ્યું કે, આ સરકાર 6 મહિનામાં પડી જશે. આ વિષય પર વરિષ્ઠ પત્રકાર સચિન પરબે એનબીટી ઓનલાઈનને જણાવ્યું કે, પવારે આ વાત એટલા માટે કહી હોઈ શકે છે, જેથી તેમના પદાધિકારીઓ અને નેતાઓનું મનોબળ વધારી શકાય. જે રીતે એમવીએ સરકાર સત્તામાંથી બહાર થઈ છે, એવામાં તેમનું મનોબળ તૂટી ગયુ છે. બીજું કારણ એ પણ છે કે, આ સરકારમાં તમામ ધારાસભ્યોને ઈચ્છા અનુસાર મંત્રીપદ નહીં મળી શકશે. સાથે જ એ પણ સંભવ છે કે, મળેલા મંત્રી પદથી ઘણા ધારાસભ્યો નાખુશ હોય. આવી પરિસ્થિતિમાં બગાવતના આસાર છે. જો આવુ થયુ તો શિંદે સરકાર જોખમમાં આવી શકે છે.

શરદ પવાર આવુ એટલા માટે પણ કહી શકે છે કારણ કે, તેમણે પણ 80ના દાયકામાં આવી જ બગાવત કરી હતી અને પુલોદનો પ્રયોગ કર્યો હતો. પવાર વિશે આજે પણ જૂના કોંગ્રેસી નેતા એવુ કહે છે કે, તેમણે પણ ક્યારેક કોંગ્રેસની પીઠમાં ખંજર માર્યું હતું. એવામાં પવારને એ પણ અંદાજો છે કે, આવી પરિસ્થિતિ સામે કઈ રીતે લડી શકાય. અથવા આવી સરકારનું ભવિષ્ય કેટલું લાંબુ હોય છે. જોકે, પરબે કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતા એવુ નથી લાગતું કે આ સરકાર આવનારા 6 મહિનામાં પડી જશે.

તેમજ સંવિધાનના જાણકાર એડવોકેટ ડૉ. સુરેશ માનેએ એનબીટીને જણાવ્યું હતું કે, શરદ પવારે આ નિવેદન એટલા માટે પણ આપ્યું હોઈ શકે છે જેથી તેમની પાર્ટીમાં ધારાસભ્યોને તૂટતા બચાવી શકાય. આ ઉપરાંત, બાગી જૂથના ધારાસભ્યોમાં એક ભ્રમની સ્થિતિ પેદા કરી શકાય. આ ઉપરાંત, એમવીએના સહાયક દળોના ધારાસભ્યોમાં વિશ્વાસ લાવી શકાય.

રાજ્યના ઉપ મુખ્મયંત્રી બનાવવાના નિર્ણય પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ નિર્ણયથી તેઓ પણ આશ્ચર્યચકિત હતા. મજાકિયા અંદાજમાં કહ્યું કે, હું તેમને ચોંકાવવા ગયો અને પોતે જ દંગ રહી ગયો. રવિવારે પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે, જે સમયે તેઓ મુખ્યમંત્રી માટે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી રહ્યા હતા, તે સમયે કોઈને પણ જાણકારી નહોતી. તેમણે કહ્યું કે, મારી સાથે બેઠેલા ત્રણ લોકોને પણ ખબર નહોતી કે કોને મુખ્યમંત્રી બનાવવામાં આવવાના છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને ક્યારે જાણ થઈ કે તેમને મુખ્યમંત્રી નથી બનાવવાના તો તેમણે કહ્યું કે, મને પહેલાથી જ ખબર હતી, પરંતુ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા બાદ મને ઉપ મુખ્યમંત્રી બનાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તે મારા માટે આશ્ચર્યજનક હતો. તેમણે કહ્યું કે, કેબિનેટ વિસ્તાર પર હજુ સુધી કોઈ ચર્ચા નથી થઈ.

મુખ્યમંત્રીના રૂપમાં વિધાનસભામાં પોતાના પહેલા જ ભાષણમાં શિવસેનાના આરોપનો જવાબ આપ્યો અને BJPના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, મારી સાથે 50 ધારાસભ્યો છે. તેમાંથી કોઈપણ બળજબરીપૂર્વક મારી સાથે નથી આવ્યું. જે નહોતા રહેવા માંગતા, તેમને મેં ચાર્ટર્ડ વિમાનમાં સન્માનપૂર્વક મુંબઈ પાછા મોકલી આપ્યા હતા. આજે મારી સાથે પૂર્વની સરકારમાં મંત્રી રહેલા 9 લોકો છે. આ લોકો સત્તા માટે મારી સાથે નથી આવ્યા.

BJPના આટલા મોટા-મોટા નેતા હતા, પરંતુ બાલાસાહેબ અને આનંદ દિઘેના શિવસૈનિકોએ નાનકડા કાર્યકર્તા પર વિશ્વાસ મુકયો છે, આ BJPની મોટાઈ છે. ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવનિર્મિત અધ્યક્ષ રાહુલ નાર્વેકરના વખાણ કર્યા અને કહ્યું કે, તેમના રૂપમાં વિધાનસભાને એક યુવા, અનુભવી અને કાયદાના જાણકાર અધ્યક્ષ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp