SP-BSP ગઠબંધન: ભાજપે કહ્યું-ઠગબંધન અને કોંગ્રેસે કહ્યું...

PC: intoday.in

SP BSP Alliance સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનનું મમતા બેનરજી, કમલનાથ અને તેજસ્વી યાદવએ સ્વાગત કર્યું હતું. જયારે ભાજપના નેતા રવિશંકર પ્રસાદ, સીએમ યોગી આદિત્ય નાથ અને સુધાંશુ ત્રિવેદીએ આલોચના કરી હતી.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધનની જાહેરાત પર ભાજપ પાર્ટીએ આલોચના કરી હતી. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પાર્ટીના પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, સપા અને બસપા પોતાનું અસ્તિત બચાવવા માટે સાથે આવ્યા છે. વળી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવએ ગઠબંધનનું સ્વાગત કર્યું છે.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદએ કહ્યું કે, સપા અને બસપાએ દેશ માટે કે ઉત્તરપ્રદેશ માટે ગઠબંધન કર્યું નથી હકીકતમાં તેઓ પોતાના અસ્તિત્વ માટે ભેગા થયા છે. તેઓ પોતાના દમ પર PM મોદીનો મુકાબલો કરી શકતા નથી તેમજ PM મોદીનો વિરોધ માત્ર ગઠબંધનનો આધાર છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં સમાંતર વિકાસ થયો છે. સપા અને બસપાનું ગઠબંધન નહી ઠગબંધન છે.

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, બસપા અને સપા એકબીજા ઉપર લગાવતા હતા પરંતુ હવે સાથે ભેગા થયા છે. સમય આવી ગયો છે જયારે દેશને નક્કી કરવાનું છે કે, તેમને મજબૂત સરકાર જોઈએ કે મજબૂર સરકાર જોઈએ. જો બધી જ પાર્ટીઓ એક થઇ જાય તો પણ ભાજપને ફરી વખત સત્તામાં આવતા અટકાવી શકશે નહી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં શનિવારએ થયેલા સપા અને બસપાના ગઠબંધનનું સ્વાગત કર્યું હતું. બેનરજીએ ટ્વીટ કર્યું હતું કે, 'આવનાર લોકસભા ચૂંટણીથી પહેલા સપા અને બસપાના ગઠબંધનનું હું સ્વાગત કરું છું'.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથએ કહ્યું હતું કે, આજે આખા દેશમાં ગઠબંધનોની જરૂરત છે. 2014માં ભાજપને ફક્ત 31% મતો મળ્યા હતા ત્યારે ભાજપએ દાવો કર્યો હતો કે લોકોનો જનાદેશ તેમને મળ્યો છે. આ બધું મતોના વિભાજનના કારણે થયું હતું.

ત્યાં રાજદ નેતા તેમજ બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે, ગઠબંધનથી ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભાજપની હારની શરુઆત થઇ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp