વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના જમીન સંપાદનમાં કરોડોનું કૌભાંડ થયુંઃ મહેસુલ મંત્રી

PC: facebook.com/rajendratrivedibjp

વડોદરા મુંબઈ એકસપ્રેસ-વેની કામગીરીમાં જે લોકોની જમીન સંપાદન કરવામાં આવે છે તેમને વળતર આપવામાં આવે છે. પણ નવસારી જિલ્લામાં કેટલાક લોકો નકલી ડોક્યુમેન્ટ ઉભા કરીને જમીન સંપાદનની રકમ લાભાર્થીને આપવાના બદલે છેતરપીંડીથી પોતે લઇ લેતા હોવાનો મામલો રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના ધ્યાન પર આવ્યો હતો.

તેથી તેમને આ બાબતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આવા 12 કિસ્સાઓ બન્યા છે અને તેમેણ જવાબદાર અધિકારીઓ અને લોકો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર અને પોલીસને આદેશ પણ આપ્યો છે. આ બાબતે તેમને પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કર્યું હતું.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતી કે, મહેસુલ ખાતાના અધિકારી જમીન સંપાદનના કિસ્સાના ગેરરીતિ આંચરે તે કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી. આ બાબતે છેલ્લા 20 દિવસના સમયથી તપાસ કરવામાં આવી રહી હતી. આ બાબતે નવસારીમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને અનેક આરોપીઓ આમાં છે. એક વકીલ પણ એ.એ. શેખ આરોપી છે. આવા અમે એક બે નહીં પણ 12 કિસ્સાઓ શોધ્યા છે.

પહેલા કિસ્સામાં દોઢ કરોડથી ઉપરના પૈસાની ઠગાઈ કરવામાં આવી છે. બનાવટી પાવર ઓફ એટર્ની અને બનાવટી કાન્સાઈન લેટર, બનાવટી ડોક્યુમેન્ટ સાઉથ આફ્રિકામાંથી મગાવવામાં આવતા હતા. ત્યારબાદ જમીન સંપાદનના પૈસા સાચા માલિકના બદલે આવા લોકોને મળતા હતા. આમાં જે પણ મદદગાર છે તેમને છોડવામાં આવશે નહીં. આમાં અમારા વિભાગના અધિકારીઓ પણ સંડોવાયેલા લાગે છે. કારણ કે આરજદારની આ ફરિયાદ છે. એક કિસ્સામાં ભૂલ હોઈ શકે, બે કિસ્સામાં બેદરકારી હોઈ શકે અને ત્રણ કે તેથી વધારે કિસ્સા જોવા મળે તો તેમાં ખામી છે. આવું હું માનું છું.

પહેલો કિસ્સો દિપક પટેલ રહેવાસી ખૂંદ, પટેલ ફળિયું તાલુકો ચીખલી અને જિલ્લો નવસારી. આ કિસ્સામાં સરવે નંબર 663 વાળી જમીનમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ સંપદાન થાય છે તેમાં વળતરની રકમ ત્રાહિત ઇસમો દ્વારા ઉચાપત કરવામાં આવી છે. આ મામલે અમારું ધ્યાન સ્થાનિક ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ દોર્યું હતું.

ત્યારે આ મામલે ફરિયાદી પાસેથી કાગળો મેળવ્યા અને ત્યારબાદ તેમાં ફરિયાદ થઇ છે. આજે આ ફરિયાદ પછી અલગ-અલગ સરવે નંબરના 12 જમીનમાં વડોદરા મુંબઈ એક્સપ્રે-વેમાં જમીન સંપદાનની રકમ ત્રાહિત ઇસમો દ્વારા ઉચાપત કરવામાં આવી છે. તે માટે જરૂરી સુચના સ્પષ્ટ રીતે નવસારી કલેક્ટરને પણ આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખે પણ સ્પષ્ટ કહ્યું છે કે, આમાં કોઈ પણ પાર્ટીનો સભ્ય સંડોવાયેલો હોય તેને છોડવાનો નથી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, બ્લોક નંબર 1384 પાવર આપનાર અને પાવર લેનાર અને માલિક આ બધાના પાવર બનાવટી છે. તેમાં જે આક્ષેપ થયો છે તેના પૂરાવાઓ પણ ફરિયાદીએ મેળવ્યા છે. આ તમામ રકમ બેંક ઓફ બરોડા ચીખલી મારફતે ટ્રાન્સફર થયા છે. પાવર બનાવનાર અને રજૂ કરનાર વકીલ એ.એ. શેખ, ઇલીયાસ ઈસ્માઈલ મુલ્લા અને શોએબ આ ત્રણેય ઇસમો આ 12 કિસ્સાઓ સામેલ છે.

એટલે તમામની સામેલગીરી અને કાવતરું સ્પષ્ટ છે. આવી જ રીતે ખૂંદ ગામના મહમ્મદ ઈસ્માઈલ શેખ, મહમ્મદ અહેમદ સલીમ, આરીપોલમાં અહેમદ ફકીર આવા કુલ 12 જણાની પાવર ઓફ એટર્ની બનાવટી કરાર તમામ દસ્તાજો ફ્રોડ કરીને કાવતરું કરીને આ કરોડો રૂપિયાની ઉચાયત કરી છે. આ બાબતે પોલીસને DySPને પણ સુચના આપવામાં આવી છે કે આ તમામની ફરિયાદ અલગ-અલગ નોંધાવી જોઈએ કારણ કે આ દરેકના ગુનાઓ અલગ-અલગ બન્યા છે. આ રકમ તાત્કાલિક રોકવી જોઈએ અને તેને પરત લેવી જોઈએ અને તેને સાચા માગણી દારોને આપવી જોઈએ. આ બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરિયાદીને કલેક્ટર પાસે મોકલવામાં આવ્યા છે. તમામ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp