શું છે એ બિલમાં જેના વિરોધમાં હરસિમરત કૌરે મોદી કેબિનેટમાંથી આપી દીધું રાજીનામું

PC: toiimg.com

મોનસૂન સત્રમાં કૃષિ સંબંધિત 3 બિલ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો એ સમયે લાગ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણિ અકાલી દળની સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ. વિપક્ષી દળોની જેમ BJPની સહયોગી અકાલી દળ આ બિલનો વિરોધ કરી રહી છે. લોકસભામાં ગુરુવારે જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું તો શિરોમણિ અકાલી દળના સાંસદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો. પછી કેન્દ્રીય ખાદ્ય તેમજ પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે પદ પરથી રાજીનામુ આપી દીધુ. જોકે, અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે. તો તમે પણ જાણી લો કે આખરે એવું તે શું છે આ બિલમાં, જેના વિરોધમાં મોદી કેબિનેટમાંથી હરસિમરત કૌરે રાજીનામુ આપી દીધું.

બિલોના વિરોધમાં પોતાના રાજીનામાની જાણકારી હરસિમરત કૌર બાદલે ટ્વીટ કરીને આપી. તેમણે કહ્યું, મેં ખેડૂત વિરોધી બિલો અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રિમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. ખેડૂતોની સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઊભા રહેવાનો મને ગર્વ છે.

સરકારે રજૂ કર્યા આ 3 બિલો

ચોમાસુ સત્રના પહેલા દિવસે એટલે કે સોમવારે સરકાર તરફથી કૃષિમાં સુધારના કાર્યક્રમોને લાગૂ કરવા અને ખેડૂતોની આવક વધારવાના ઈરાદાથી લાવવામાં આવેલા 3 બિલો લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. આ ત્રણેય બિલો કોરોના કાળમાં 5 જૂન, 2020ને અધિસૂચિત 3 બિલોનું સ્થાન લેશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત ઉપજ વ્યાપાર તેમજ વાણિજ્ય (સંવર્ધન તેમજ સુવિધા) વિધેયક, 2020 અને ખેડૂતોના મૂલ્ય આશ્વાસન અનુબંધ તેમજ કૃષિ સેવાઓ વિધેયક, 2020 લોકસભામાં રજૂ કર્યું, જ્યારે આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક, 2020 ઉપભોક્તા મામલા, ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી રાવ સાહેબ પાટિલ દાનવેએ રજૂ કર્યું હતું.

આ બિલ વિશે કૃષિ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ખેડૂત ઉપજ વ્યાપાર તેમજ વાણિજ્ય (સંવર્ધન તેમજ સુવિધા) વિધેયક, 2020માં એક પારિસ્થિતિક તંત્રના નિર્માણનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ખેડૂતો અને વેપારીઓ વિવિધ રાજ્ય કૃષિ ઉપજ વિપણન વિધાનો અંતર્ગત અધિસૂચિત બજારોના ભૌતિક પરિસરો અથવા સમબજારોની બહાર પારદર્શી અને બાધારહિત રીતે ખરીદ-વેચાણ કરી શકશે.

સાથે જ તે એક રાજ્યમાંથી બીજા રાજ્ય તેમજ પોતાના રાજ્યની અંદર વ્યાપાર, વાણિજ્ય અને ખેડૂતોની ઉપજને પ્રોત્સાહન આપવા માટે પ્રતિસ્પર્ધી વૈકલ્પિક વ્યાપાર ચેનલો દ્વારા ખેડૂતોની ઉપજની ખરીદી અને વેચાણ લાભદાયક મૂલ્યો પર કરવા સાથે સંબંધિત પસંદગીની સુવિધાનો લાભ ઉઠાવી શકશે.

આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક, 2020માં અનાજ, વિવિધ દાળો, તેલીબિયા, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાકાને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. આ બિલો વિશે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, તેને કારણે ખાનગી નિવેશકોની વેપારમાં વધુ નિયામક હસ્તક્ષેપની આશંકા દૂર થઈ જશે. સાથે જ ઉત્પાદ, ઉત્પાદ સીમા, આવાગમન, વિતરણ અને આપૂર્તિની આઝાદીથી વેચાણની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મદદ મળશે અને કૃષિ ક્ષેત્રમાં પ્રાઈવેટ ક્ષેત્ર અથવા પ્રત્યક્ષ વિદેશી નિવેશ આકર્ષિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp