Video: PM મોદીની દીવો પ્રગટાવવાની અપીલ પર BJP મહિલા જિલ્લાધ્યક્ષે કર્યું ફાયરિંગ

PC: twitter.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ આખા દેશમાં રવિવારે રાતે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવા, મીણબત્તી અને ટોર્ચ સળગાવીને એકતાનો સંદેશ દેશવાસીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં BJP મહિલા મોર્ચાની જિલ્લાધ્યક્ષ મંજૂ તિવારીએ દીવા સળગાવ્યા બાદ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મંજૂ તિવારીએ તેનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, દીવા પ્રગટાવ્યા બાદ BJPની મહિલા મોર્ચાની જિલ્લાધ્યક્ષ મંજૂ તિવારી પોતાના પતિ ઓમપ્રકાશ તિવારીની લાઈસન્સવાળી રિવોલ્વર લઈને બહાર નીકળી ગઈ અને કોરોના વાયરસને ભગાવવા હવામાં ફાયરિંગ કરવા લાગી હતી. ફાયરિંગ કરતા તેણે વીડિયો પણ બનાવ્યો અને તેને પોતાના ફેસબુક અકાઉન્ટ પર અપલોડ પણ કરી દીધો હતો. વીડિયો અપલોડ કરતા તેમણે ફેસબુકમાં લખ્યું કે, ‘આજે દીવા પ્રગટાવ્યા બાદ કોરોના વાયરસને ભગાડતા.’

કોંગ્રેસે મંજૂ તિવારીનો આ વીડિયો ટ્વીટ કરીને યોગી આદિત્યનાથને પૂછ્યું હતું કે, ‘શું તમે તેના પર કાર્યવાહી કરશો?’ કાયદો તોડવામાં સૌથી આગળ ભાજપના નેતા જ રહે છે. કાલે વડાપ્રધાનની અપીલ દીવા પ્રગટાવવાની હતી, પરંતુ જુઓ કઈ રીત ભાજપના નેતા અને બલરામપુર જિલ્લા BJP મહિલા મોર્ચાની અધ્યક્ષે ખુલ્લેઆમ પ્રદર્શન માટે ફાયરિંગ કર્યું અને વીડિયો ફેસબુક પર નાંખ્યો. શું યોગી આદિયનાથ તેના પર કાર્યવાહી કરશે?’ વીડિયો વાયરલ થયા બાદ નગર કોતવાલી પોલીસે મંજૂ તિવારી વિરુદ્વ રિપોર્ટ દાખલ કરી લીધી છે. તો મંજૂ તિવારીએ મીડિયા દ્વારા માફી માંગતા કહ્યું હતું કે, ‘આ ઘટના અંગે હું માફી માગુ છું અને હવે પછી એવું ક્યારેય નહીં કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp