ભાજપે શાહરૂખનો આભાર માનતા કહ્યુ- જવાન કોંગ્રેસના 10 વર્ષના ભ્રષ્ટ શાસન પર બની છે

PC: twitter.com/gauravbhatiabjp

ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની નવી ફિલ્મ ‘જવાન’નો સંદર્ભ આપતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને દાવો કર્યો કે આ ફિલ્મે કોંગ્રેસ નીત સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ના 10 વર્ષના ભ્રષ્ટ અને નીતિગત પંગુતાથી ગ્રસ્ત શાસનને બેનકાબ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ 9 વર્ષમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ સાથે ફિલ્મનું પોસ્ટર શેર કરતા X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં લખ્યું ‘આપણે જવાન ફિલ્મના માધ્યમથી વર્ષ 2024 થી વર્ષ 2014 સુધી ભ્રષ્ટ, નીતિગત પંગુતાથી ગ્રસ્ત કોંગ્રેસ શાસનને બેનકાબ કરવા માટે શાહરુખ ખાનનો આભાર માનવો જોઈએ.

તેમણે દાવો કર્યો કે, આ ફિલ્મ બધા દર્શકોને UPA સરકાર દરમિયાન થયેલા દુઃખદ રાજનૈતિક ભૂતકાળની યાદ અપાવે છે. જવાન એક પિતા-પુત્રની કહાની છે અને શાહરુખ ખાન બેવડી ભૂમિકામાં છે. એક સૈનિક, રોમાન્ટિક હીરો અને એક રોબિન હૂડ જેવા વ્યક્તિની ભૂમિકામાં શાહરૂખને આ ફિલ્મમાં રાજનેતાઓ અને બિઝનેસમેનોના ગઠબંધનનો મુકાબલો કરતો જોઈ શકાય છે.

ફિલ્મમાં સરકારી ઉદાસીનતા, ભ્રષ્ટાચાર, ખેડૂતોની આત્મહત્યા, ઓક્સિજનની કમીના કારણે હૉસ્પિટલમાં બાળકોના મોત, સેનાના દોષપૂર્ણ હથિયાર અને રહેણાંક વિસ્તારો પાસે ખતરનાક કારખાનાઓ જેવા મુદ્દાનો પણ સ્પર્શ કર્યો છે. પ્રમુખ દૃશ્યોમાંથી એકમાં એક્ટર સામાન્ય લોકો પાસે સમજદારીથી મતદાન કરવાનો પણ આગ્રહ કરે છે. ભાટિયાએ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોંગ્રેસને નિશાનો બનાવવા માટે રાષ્ટ્રમાંડળ રમત, 2G અને કોયલા જેવા કૌભાંડ ગણાવ્યા અને દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનો ચોખ્ખો રેકોર્ડ રહ્યો છે અને છેલ્લા સાડા નવ વર્ષમાં કોઈ કૌભાંડ થયો નથી.

તેમને કહ્યું કે, મોદી સરકારે પારદર્શિતા અને ઈમાનદારી યથાવત રાખી છે. સરકારે 2.3 લાખ બુલેટપ્રૂફ જેકેટ પ્રદાન કર્યા, વન રેન્ક વન પેન્શન (ORPO) યોજનાના માધ્યમથી 1.2 લાખ કરોડ રૂપિયા વિતરીત કર્યા અને સશસ્ત્ર બળોને રાફેલ, અપાચે અને ચિનુક સાથે અપગ્રેડ કર્યા. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ભાટિયાએ કહ્યું કે, ભાજપ નીત NDAએ પુલવામાં હુમલાનો નિર્ણાયક અને તેજીથી જવાબ આપ્યો અને બાલાકોટ એરસ્ટ્રાઈક હુમલા કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે, UPA ગઠબંધન સરકારે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાઓ બાદ સર્જિકલ સ્ટ્રાઇકના પૂર્વ એર ચીફ માર્શલ ફલી હોમી મેજરના અનુરોધને નકારી દીધો હતો.

જવાન ફિલ્મના એક સંવાદનો સંદર્ભ આપતા ભાજપના પ્રવક્તાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું કે, જેમ કે તે (ખાન) કહે છે, અમે જવાન છીએ, પોતાનો જીવ હજાર વખત દાવ પર લગાવી શકીએ છીએ, પરંતુ માત્ર દેશ માટે. તમારા જેવા દેશ વેચનારાઓ માટે ક્યારેય નહીં. આ ગાંધી પરિવાર માટે ખૂબ ઉપયુક્ત છે. ભાટિયાએ દાવો કર્યો કે, કોંગ્રેસ કાર્યકાળમાં ઓછામાં ઓછા 1.6 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી, જ્યારે NDA સરકારે MSP લાગૂ કરી અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી 11 કરોડ ખેડૂતોના બેંકમાં ખાતામાં સીધા 2.55 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આભાર શાહરુખ ખાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મુદ્દા હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp