બનાસકાંઠાને મેડીકલ કોલેજ: કોંગ્રેસ MLA મહેશ પટેલ ચૂપ, AAPના ભેમા ચૌધરી ગરમ

PC: facebook.com
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા,ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાને GMERS મેડીકલ કોલેજો મળી છે તો બનાસકાંઠાને  GMERS મેડીકલ કોલેજ શંકર ચૌધરીને કેમ અપાવી નહીં અને ડેરીના ખેડૂતોના પૈસે હોસ્પિટલ ખરીદી છે? એવો સવાલ બનાસકાંઠાના લોકો પૂછી રહ્યાં છે. 
 
બનાસકાંઠા જિલ્લો સૌથી પછાત છે તેને તો સરકારી મેડીકલ કોલેજ મંજૂર કરવી જોઈએ જેનાથી દર્દીઓને આધુનિક અને મફત સારવાર મળી શકી હોત. શંકર ચૌધરી આરોગ્ય મંત્રી હતા અને આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો હતો. સરકારમાં તેમની ધાક એવી હતી કે તે ધારે તે કરી શકતા હતા. પછાત જિલ્લાને સરકારી કે GMERS મેડિકલ કોલેજ મંજૂર કરવાની જગ્યાએ  જે ડેરીના ચેરમેન છે તેને જ મેડીકલ કોલેજ સોપવાનુ કારણ શુ? બનાસકાંઠા જિલ્લાની જનતાની સાથે તમે છેતરપિંડી કરી છે. પશુપાલકોના દૂધના પૈસે હોસ્પિટલ ચાલવાની છે નહીં કે સરકારના ખર્ચે. તેથી શંકર ચૌધરીએ બનાસકાંઠાના ગરીબ પશુપાલકો તથા ગરીબ પ્રજાના ભોગે હોસ્પિટલ ગળામાં પહેરાવી દીધી છે. 
 
કોંગ્રેસ પક્ષના ધુરંધર નેતાઓ અને કાર્યકર્તાઓ કેમ ચુપ છે? એવો પ્રશ્ન પણ આમ આદમી પક્ષ કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ ધારે તો સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને અટકાવી શકે તેમ છે તે મહેશભાઇ પટેલ કેમ ચુપ છે? ધારાસભ્ય સહિતના 
 
કોંગ્રેસ પક્ષના લોકો ચૂપ રહીને શંકર ચૌધરી સાથે હા મા હા મિલાવી બનાસકાંઠાની જનતા સાથે છેતરપિંડી કરી હોય તેવુ નથી લાગતું? એવો આકરો સવાલ આમ આદમી પક્ષના ઉપપ્રમુખ ભેમા ચૌધરીએ કર્યો છે. ભેમા ચૌધરીએ કોંગ્રેસ અને ભાજપના નેતાઓને ફિક્સમાં તો મૂકી દીધા છે. ભેમા ચૌધરી બનાસકાંઠા અને પાલનપુર માટે લડત ચલાવી રહ્યા છે ત્યારે તેમની લડતને લોકો કેટલો ટેકો આપે છે તે જોવાનું રહે છે. 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp