હર્ષ સંઘવીએ કેમ કહ્યું કે, ગરબા ગુજરાત નહીં તો શું પાકિસ્તાનમાં જઇને રમીએ?
ગુજરાતમાં નવલી નવરાત્રીની ધૂમધામપૂર્વક ઉજવણી શરૂ થઇ ગઇ છે અને લોકો ગરબાની રમઝટ બોલાવવામાં મસ્ત છે અને રાજકારણીઓ તેમના નિવેદન આપવામાં વ્યસ્ત છે.
3 ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે અને ડોમ, પાર્ટીપ્લોટ, શેરીગરબા અને સોસાયટીઓમાં ભક્તિભાવ પૂર્વક મા અંબાની આરાધના કરવામાં આવી રહી છે. એવા સમયે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક તડાફડી થઇ છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 12 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા તે જ બરાબર હતું, હવે 5 વાગ્યા સુધી છુટ આપવામાં આવી મતલબ કે ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા જાળવી શકે તેવી ક્ષમતા નથી.
તો હર્ષ સંઘવીએ નામ લીધા વગર કહ્યં કે, આખી રાત ગરબા ચાલું રાખવાના નિર્ણયને કારણે કેટલાંક લોકોને પેટમાં દુખ્યું છે. શું ગરબા ગુજરાતમાં ન રમીએ તો પાકિસ્તાનમાં જઇને રમીએ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp