UPમાં ભાજપ કાર્યાલય પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું?
ઉત્તર પ્રદેશની બાલિયા નગર પાલિકાએ ભાજપના કાર્યાલય પર બુલડોઝર ફેરવી દીધું છે. પાલિકાની જગ્યા પર જ્યા પાર્ક બનવાનો હતો ત્યાં ગેરકાયદેસર ભાજપનું કાર્યાલય ઉભું કરવામાં આવ્યું હતું એટલે તોડી પડાયું છે. પાલિકાએ કહ્યું કે, સોમવાર સુધીનો સમય અપાયો હતો, પરંતુ કોઇ જવાબ ન મળ્યો અને ભાજપ કાર્યાલય ખાલી પણ ન કરાયું એટલે એકશન લેવાયું.
ભાજપનું કાર્યાલય તુટી જવાને કારણે બાલિયા જિલ્લાના વાઇસ પ્રેસિડન્ટ સુરેન્દ્ર સિંહે કહ્યું કે, જ્યારે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે પણ આ કાર્યાલયને તોડી પડાયું હતું, પરંતુ મેં ધરણા કરેલા તો સમાજવાદી પાર્ટીની સરકારે ફરી કાર્યાલય બાંધી આપ્યું હતું. પણ હવે તો અમારી જ સરકાર છે તો ધરણાં પર કેવી રીતે બેસી શકું. સિંહે કહ્યું કે ભાજપના નેતાઓના આંતરીક લડાઇને કારણે આ કાર્યાલય તુટ્યું. હું મોટો નેતા બની જાઉં એવું ભાજપના નેતાઓ ઇચ્છતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp