બજેટ 2024ની વિધાનસભા ચૂંટણીઓ પર કોઇ અસર પડશે?

સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે, બજેટ વોટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ એવી ધારણા હતી કે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને ફુલગુલાબી બજેટ આવી શકે છે, પરંતુ એવું કઇંક બજેટમાં દેખાયું નથી. સવાલ એ છે કે બજેટ 2024ની વિધાનસભા ચૂંટણીઓ પર કોઇ અસર પડશે?

જાણકારોનું કહેવું છે કે શેરબજારમાં 10 કરોડ ડીમેટ એકાઉન્ટ છે અને શેરબજારમાં રોકાણ કરનારા 90 ટકા લોકો ભાજપના સમર્થક છે. શેરબજારાં કેપિટલ ગેઇન ટેક્સ વધવાને કારણે આ વર્ગ નારાજ થઇ શકે છે. બીજું કે પ્રોપર્ટીમાં જે ઇન્ડેક્શન બેનિફીટ મળતો હતો તે ખતમ કરી દેવાયો. જુનુ ઘર વેચીને નવું ઘર ખરીદનારા પણ ભાજપના મતદારો છે. આ પણ એક નારાજગીની વાત છે. જે રાજ્યોમાં વિધાનસભા છૂંટણી છે તેવા મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જ્મ્મુ-કાશ્મીર માટે કોઇ મોટી જાહેરાત કરવામાં આવી નથી.

જો કે કેટલાંક જાણકારોનું કહેવું છે કે, આર્થિક બાબતોની મતદારો પર અસર પડતી નથી. નોટબંધી અને GST પછી પણ ભાજપ UPમાં ચૂંટણી જીત્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp