ગાંધીનગર રેલવે સ્ટેશનનું કામ કરનાર રાજકોટના કોન્ટ્રાક્ટરે ઇંદોરમાં કૌભાંડ કર્યું
મધ્ય પ્રદેશના ઇંદોર મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે રાજકોટની કૃણાલ સ્ટ્રકચર પેઢીએ બોગસ બેંક ગેરંટી આપીને 8.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બાંગરડામાં બની રહેલા બિલ્ડીંગ માટે કૃણાલ સ્ટ્રકચર સાથે ઇંદોર મહાનગર પાલિકાએ કોંન્ટ્રાક્ટ કર્યો હતો. જે પેટે કૃણાલ સ્ટ્રકચરે થાણેની એખ ખાનગી બેંકની બોગસ ગેરંટી આપી હોવાનું બહાર આવ્યું છે. ઇંદોર પાલિકાના અધિકારીએ પોતે ફરિયાદી બનીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળેલી વિગત મુજબ કૃણાલ સ્ટ્રકચરના અરવિંદ દોમડીયા અને તેમના પુત્ર કૃણાલ દોમડીયા ડિરેક્ટ છે અને આ લોકોએ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર રેલવે સ્ટેશન, સુરત મહાનગર પાલિકા સહિત અનેક મોટા કામ કરેલા છે.ત્યારે સવાલ એ છે કે ગુજરાત સરકારને પણ આ કોન્ટ્રાકટરે ચૂનો ચોપડ્યો છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp