ગુજરાતના આ જિલ્લામાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી

PC: twitter.com

મોરબીમાં રવાપરા ગામમાં 12 માળની ઈમારતના નિર્માણના વિવાદ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઈમારતને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રવાપરા ગામે અગાઉ 12 માળની બિલ્ડીંગ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે 12 માળની બિલ્ડીંગની મંજૂરી શા માટે? આ સાથે ફાયર સેફ્ટીની ઈમજરન્સી જેવી ઘટનામાં શું અહીં કોઈ ઈક્વિપમેન્ટ મળી રહેશે કે કેમ તેમ પણ સવાલો ઉભા કરાયા હતા. ત્યારે અગાઉ થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ થતા આજે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી અને મંજૂરી રદ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગતો જોવા જઈએ તો મોરબી પાસે રવાપરા ગામ આવેલું છે. જ્યાં 12 માળની 50 જેટલી ઈમારતો ઉભી થઈ હતી. ત્યારે સરપંચથી લઈને કલેક્ટર તેમજ પક્ષકારોને જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. સ્પષ્ટ પણ આજે થયેલી એફીડેવીટમાં જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ છે તેમ પણ ઉલ્લેખ કરાયો હતો. આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી હતી. જેમાં સંપૂર્ણ મંજૂરી રદ કરી દેવામાં આવી છે. જેથી આ 12 માળની બિલ્ડીંગ પર સંકટ ઘેરાયું છે. આગામી દિવસોમાં કોઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં પરંતુ આ મામલે અત્યારે આ મંજૂરી રદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp