ઘર ખરીદનારને રાહત, હવે બાકીની બધી સેવાઓ માટે પણ માત્ર 5% GST ચૂકવવો પડશે

PC: ryanffr.com

કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણાઘીન મકાનો પર GSTની એક દર લગાવી હોવા છતાં બિલ્ડરો દ્વારા અલગ અલગ GST દર વસૂલવા પર GST પ્રાધિકરણને લગામ લગાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ઓથોરિટી ઓન એડવાન્સ રૂલિંગે પોતાના ચુકાદામાં કહ્યું છે કે એપાર્ટમેન્ટમાં પ્રેફરેશિંયલ લોકેશન અને કાર પાર્કિંગ જેવી સુવિધાઓ ને કમ્પોઝિટ કંસ્ટ્રક્શન સર્વિસ માનવામાં આવે અને એના પર પણ GST ની એજ દર લાગુ કરવામાં આવે જે મકાન પર લાગુ કરવામાં આવી છે.

આ ચુકાદા બાદ હવે બિલ્ડરોને સસ્તા મકાનો સાથે જોડાયેલા સેવાઓ પર 5% GST અને અન્ય મકાનો પર 8 % GST વસૂલવામાં આવશે. હાલ ઘણાં બિલ્ડરો આ સેવાઓ પર 18% GST વસૂલી રહ્યાં હતા, જ્યારે કેન્દ્ર સરકાર પહેલેથી જ નિર્માણાધીન મકાનો પર GST ઘટાડી ચૂક્યું છે.

રિયલ એસ્ટેટના જાણકાર મુજબ, પ્રેફરેંશિયલ લોકેશન ચાર્જ, પાર્કિંગ ચાર્જ, ટ્રાન્સફર ફી, એક્સટર્નલ ડેવલોપમેન્ટ ચાર્જ, ઇન્ટરનલ ડેવલોપમેન્ટ ચાર્જ, દસ્તાવેજ ચાર્જ જેવા એંસીલરી ચાર્જીસ પર પહેલા સર્વિસ ટેક્સની વ્યવસ્થા પણ વિવાદમાં હતી. આ ચુકાદા બાદ સ્પષ્ટ થયું છે કે આ સુવિધાઓ પર હવે ટેક્સ ઓછો લાગશે. તેની દર એ જ હશે જે મકાન પર લાગુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp