26th January selfie contest

સુરતમાં વેચાઇ રહ્યા છે Super Sexy મકાન અને પ્લોટ, બિલ્ડરે લગાવ્યા હોર્ડિંગ્સ

PC: Khabarchhe.com

સુરત જિલ્લાના માસમા- ઓરમા રોડ પર  SUPER SEXY SELISTER નામથી એક બિલ્ડરે જમીનના પ્લોટ અને વિલા વેચવાનું શરૂ કર્યું છે. આજ સુધી કોઇ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટ  વેચવા માટે SEXY  શબ્દનો ઉપયોગ કર્યો નથી, પરંતુ આ બિલ્ડરે તો લોકોમાં આકર્ષણ ઉભું કરવા માટે જાહેરમાં હોર્ડિંગ પણ મારી દીધા છે. આવા હોર્ડિંગ ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. લોકો આ શબ્દનો ઉપયોગ જોઇને જાત જાતની વાતો કરી રહ્યા છે. બિલ્ડરે ધ્યાન ખેંચવા માટે આ કર્યું છે. પરંતુ ઘણા લોકોને આ શબ્દોથી અરૂચિ પણ થઇ રહી છે. જોકે, માર્કેટિંગના જમાનામાં આવા ગિમિક લોકો કરતા જ હોય છે. આ બિલ્ડરે પણ ગિમિક કર્યું છે 

અમે ડિક્સનરીમાં SEXY શબ્દના અર્થ વિશે જાણ્યું તો તેમાં  SEXY શબ્દનો અર્થ થાય છે કે સુંદર અથવા કામુક. પરંતુ લોકોમાં SEXY શબ્દની વ્યાખ્યા કામુકતા માટે વધારે જાણીતી છે. ગુગલ પર આ શબ્દો લખો તો એલર્ટ આવે છે કે કેટલાક પરિણામોમાં અશ્લીલ કન્ટેન્ટ હોઇ શકે છે. ખરેખર જો આગળ સર્ચ કરો તો અશ્લીલ ફોટા ઘણા આવે છે.  ઓરમા રોડ પર SALISTER SAMARTHYA GROUP દ્રારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

 

 આ આખા પ્રોજેક્ટમાં SEXY શબ્દના ઉપયોગને કારણે લોકોમાં કુતુહલ જાગી છે. અડાજણમાં રહેતા ધીરેન્દ્ર પટેલે કહ્યું કે આ હોર્ડિંગ જોઇને લોકો કહી રહ્યા છે કે સુપર સેક્સી એટલે શું આ ઘરોમાં રહીને લોકો વધુ કામુક થઇ જશે. 

જ્યારે Khabarchhe.com દ્વારા  આ બિલ્ડરને જાણકારી માટે ફોન કર્યો હતો.  અમે એ જણાવા માગતા હતા કે સુપર સેક્સી શબ્દનો ઉપયોગ કરવા પાછળ તેમનો હેતુ શું છે. પરંતુ  માહિતિ આપવાને બદલે  બિલ્ડર મિટીંગમાં બીઝી છે એવું કારણ આપીને ફોન પર વાત કરવાનું ટાળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp