ધોલેરા એક્સપ્રેસ હાઈવે માટે 162 હેક્ટર જમીન આંચકી લેવા જાહેરનામું

PC: khabarchhe.com

ધોલેરા અને અમદાવાદ વચ્ચે 4 માર્ગનો નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે 162 હેક્ટર જમીન ખેડૂતો પાસેથી આંચકી લેવા માટેનું જાહેરનામું પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય બહાર પાડ્યું છે. 162 હેક્ટર જમીન સમૃદ્ધ ખેતરો છે. જમીન હવે ખેડૂતો પાસેથી આંચકી લઇને સરકાર પોતાની પાસે લઈ લેશે. જે ગામની જમીનો લેવાની છે તેમાં અમદાવાદ જીલ્લાના ફતેવાડી ગામ તથા ધોલેરા તાલુકાના કોલીન્ડાનો સમાવેશ થાય છે. સરકારે ભારત માલા એક્સપ્રેસવે તરીકે અમદાવાદ ધોલેરાના માર્ગને જાહેર કરેલો છે. આ જમીનો ખેડૂતો પાછી લેવા માટે કેન્દ્ર સરકારના ઉપ સચિવ રાજેશ ગુપ્તાએ ખેડૂતો માટે નોટિસ ફટકારી છે એટલે હવે આ જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

ખેડૂતો આ અંગે વારંવાર વિરોધ કરી ચૂક્યા છે, તેમ છતાં ફળદ્રુપ ગણાતી 162 હેક્ટર જમીન કે જે 16 લાખ ચોરસ મીટર જમીન ખેડૂતો પાસેથી લઈ લેવાશે. આવા 170 સર્વે નંબરોની જમીન એટલા જ ખેડૂતો હોઈ શકે છે. ધોલેરા સુધી 109 કિલોમીટર લાંબો માર્ગ બનાવવા આ જમીન લેવામાં આવી રહી છે. અગાઉ ખેડૂતોએ અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરીએ જઈને દેખાવો કર્યા હતા, વિરોધ કર્યો હતો અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તેમ છતાં કેન્દ્ર સરકારે ફરીથી આ જમીન સંપાદન કરવા માટે નોટિસ ફટકારી છે. એટલા માટે બનાવવામાં આવ્યો છે કે ધોલેરા સ્માર્ટ સિટિ પ્રોજેક્ટ ગુજરાત સરકારે હાથ ધર્યો છે. ત્યાં એક નવું શહેર વિકસાવવામાં આવી રહ્યું છે. શેહેરમાં ગ્રામ્ય વિસ્તારના પાંચ હજાર જેટલા લોકો રોજીરોટી માટેના ખેતર નહીં રહે. 920 ચોરસ ધોલેરા સીટી બની રહ્યું છે જેના માટે એકસપ્રેસ વે માટેની આ જમીન સંપાદન કરવામાં આવી રહી છે.

ધોલેરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે સાવ નવો જ રાષ્ટ્રીય ધોરીમાગ્ર નંબર 751 બની રહ્યો છે. ભારત સરકારના રાષ્ટ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રાલય તે કરી રહી છે. જે પહેલાં ગુજરાત સરકાર કરવાની હતી. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેને ભારત સરકારના ભારત માલા અને ઇકોનોમિક કોરિડોરમાં પણ સમાવેશ કરવામાં આવેલો છે. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ નારી ચોકડીથી ધોલેરા સુધીનો માર્ગ સ્ટેટ હાઇવે હતો જે હવે નેશનલ હાઇવેમાં ફેરવાયો છે. તેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. નવી રોડ એલાઈનમેન્ટ મુજબ હવે ધોલેરા-પીપળી-સનાથલ સર્કલ સુધી એટલે પીપળીથી અમદાવાદનો તદ્દન નવો એક્સપ્રેસ વે બનશે. જેમાં બગોદરા અને બાવળા બાયપાસ થશે.

2012માં ગુજરાતના બજેટમાં અમદાવાદથી માત્ર ધોલેરા સુધી જ એક્સપ્રેસ હાઇ-વે માટે રૂ.133 કરોડ ફાળવાયા હતા. ભાવનગરથી અમદાવાદ જવા માટે વાયા ધોલેરા થઇ કોસ્ટલ ભાલ રૂટના માર્ગને ફોર લેન એક્સપ્રેસ હાઇ-વે બનાવવાની જોગવાઈ કરી હતી. એક્સપ્રેસ વે બનાવવામાં આવશે તેવી જાહેરાત 2009થી વારંવાર થતી રહી હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત રાજ્યના 2012-13ના માટેના બજેટમાં આ યોજના માટે અમદાવાદથી ધોલેરા સુધી એક્સપ્રેસ હાઇ-વે માટે રૂ.133 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ માર્ગ ભાવનગર સુધી કરવા માટે પણ સરકારની યોજના હતી. તેમાં તો ફક્ત પ્રિ-ફિઝીબિલીટી અભ્યાસ જ શરૂ કરાયો છે. સરકાર આ અંગે અગાઉના વર્ષોમાં પણ જાહેરાતો કરી ચૂકી હતી. આમ આ બજેટથી સ્પષ્ટ થઇ ગયુ છે કે હમણાં તો કેટલાક વર્ષ ભાવનગરથી ભાલ પંથકના ર્શોટ રૂટ પર જવામાં પ્રજાજનોએ હેરાન-પરેશાન થવુ પડશે.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનને જોડતા 117 કિલોમીટર લંબાઇના અમદાવાદથી ધોલેરા સુધીના એક્સપ્રેસ હાઇ-વેના નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના સરખેજ-વટામણ-પીપળી-ધોલેરા થઇ ભાવનગરના એક્સપ્રેસ હાઇ-વે માટે પ્રિ-ફિઝીબિલીટી અભ્યાસ કરાયો હતો. એક્સપ્રેસ હાઈવેનો ખેડૂતોએ જોરદાર વિરોધ શરુ કર્યો હતો. હાઈવે માટે પોતાની જમીન આપવાનો ખેડૂતોએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

સરખેજથી ધોલેરાના પટ્ટાના 100થી પણ વધુ ખેડૂતોએ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં યોજાયેલી જાહેર સુનાવણી દરમિયાન પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ પટ્ટાની જમીન ફળદ્રુપ છે, અને તેના પર તેઓ વર્ષમાં બેથી ત્રણ સિઝન પાક લે છે, પરંતુ જમીનના બદલામાં જે વળતર ઓફર કરાઈ રહ્યું છે તે સાવ ઓછું છે. તેથી વળતર વધારવું જોઈએ. મોટા ભાગનો વિસ્તાર તો ધોળકાનો આવે છે. 20 જેટલા ગામના 10,000થી વધુ પરિવારો આ એક્સપ્રેસ હાઈવેને કારણે અસર થઈ છે. 2012માં રાજ્ય સરકારે 116 કિમી લાંબા એક્સપ્રેસ હાઈવે માટે 1894ના નિયમ અનુસાર 91.16 લાખ ચોરસ મીટર જમીનના સંપાદન માટે જાહેરનામુ બહાર પાડ્યું હતું. પરંતુ 2013માં તત્કાલિન યુપીએ સરકારે જમીન સંપાદનનો નિયમ બદલીને ખેડૂતોના હીતમાં સમગ્ર દેશમાં કરી નાખ્યો હતો.

ખેડૂતો એવું પણ કહી રહ્યાં છે કે, હવે સરકારે 77 કિમી લાંબો એક્સપ્રેસ હાઈવે બનાવવા 1956ના નેશનલ હાઈવે એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સરકારને ધોલેરાના વિકાસમાં નહીં, પણ ખેડૂતો પાસેથી જમીન લઈ તેને ઉદ્યોગપતિઓને આપી દેવામાં રસ છે. એવું ખેડૂતો આરોપનામું ઘડતાં રહ્યાં છે.

2013ના જમીન સંપાદન નિયમ અનુસાર, જમીન લેતા પહેલા અસરગ્રસ્ત ખેડૂતોનો મત લેવો જરુરી છે, પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોને નથી સાંભળી રહી, એવો આરોપ હંમેશની જેમ લાગ્યો હતો. જમીન સંપાદનની આ સમગ્ર પ્રક્રિયામાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp