ઘર ખરીદનાર માટે આનંદના સમાચાર: સરકારે મકાન ખરીદનારાના હાથમાં શસ્ત્ર આપી દીધું

PC: legalsalah.com

ફ્લેટ ખરીદનારા લોકોને સામાન્ય રીતે બિલ્ડર્સની દયા પર રહેવું પડે છે. પૈસાની સમયબદ્ધ રીતે ઉઘરાણી કરતાં બિલ્ડરો જ્યારે પઝેશન આપવાની વાત આવે ત્યારે 6-12 મહિના તો ડ્યૂ ડેટ પછી પણ સહેજે ખેંચી નાંખે છે. કેટલાંક સંજોગોમાં તો બેથી ત્રણ વર્ષ પણ નિકળી જતાં હોય છે. હવે સરકાર કાયદામાં ફેરફાર કરાયો છે જો બિલ્ડર સમયસર મકાનનું પઝેશન નહિ આપે તો ગ્રાહક તેને કોર્ટમાં ઢસડી જઈ શકે છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ઈન્સોલ્વન્સી કાયદામાં સંશોધનને હવે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દેતા, તેમાં સુધારા કરવામાં આવ્યા છે. જેને પગલે હવે મકાન ખરીદનારને રિયલ એસ્ટેટ ડેવલપર્સનો ફાઈનાન્શિયલ ક્રેડિટર માનવામાં આવશે.

ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ સંશોધન વિધેયક, 2018 હેઠળ મકાન ખરીદનારાને હવે કમિટી ઓફ ક્રેડિટર્સમાં પ્રતિનિધત્વ મળશે. જે ઠરાવ દરખાસો પર વિચાર કરે છે. એમાં મકાન ખરીદનારા પણ નિર્ણય લેવાની પ્રક્રિયાનો એક હિસ્સો હશે. મકાન ખરીદનારાને ગુમરાહ કરનારા બિલ્ડર્સ વિરુદ્ધ ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડના સેક્શન 7ની હેઠળ દેવાળિયા ઘોષિત કરવાની કાર્યવાહી શરૂ કરી શકાશે. સેક્શન 7 હેઠળ ફાઈનાન્શિયલ ક્રેડિટર્સ તરફથી ઈન્સોલ્વન્સી રિજોલ્યૂશન પ્રોસેસ હેઠળ એપ્લિકેશન દાખલ કરી શકાશે. સરકાર તરફથી આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે હજારો મકાન ખરીદનારા બેવડો માર ઝીલી રહૃાાં છે. એક બાજુ મકાનની લોનના હપ્તા ચાલું થઈ જાય છે અને બીજી બાજુ પઝેશન ન મળતાં ભાડે રહેવાનો વખત આવતો હોવાથી ઘરભાડું ભરવું પડે છે.

 

Source saurashtrakranti

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp