નોટબંધીની ગુડ ન્યૂઝઃ રીઅલ એસ્ટેટ સેક્ટરમાં બ્લેકમનીના પ્રમાણમાં મોટો ઘટાડો

PC: financialexpress.com

(Virang Bhatt) હવે 5 વર્ષ પૂરા થઇ ગયા છે. હાલમાં જ તેની ઉપર ભારે ચર્ચા ચાલી. ત્યારે હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ નોટબંધી પછી હવે રીઅલ એસ્ટેટ સેક્ટરમાં બ્લેકના રૂપિયાના પ્રમાણમાં મોટો ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.

નોટબંધીના પહેલા જ્યાં રીઅલ એસ્ટેટ સેક્ટરમાં મકાનોની સપ્લાય ડિમાન્ડ કરતા વધારે હતી પરંતુ હવે ડિમાન્ડ વધારે છે જ્યારે સપ્લાય ઓછી છે, આ તારણ ANAROCK Research દ્વારા આપવામાં આવ્યું છે.

ANAROCK ગ્રુપના ચેરમેન અનુજ પુરી જણાવે છે કે નોટબંધી, રેરા અને જીએસટીના ત્રણેયની અસર બજાર પર દેખાઇ રહી છે. ડેટા બતાવે છે કે નોટબંધીની અગાઉ 3 વર્ષ 2013થી 2016 સુધી ટોપ 7 શહેરોમાં લગભગ 16.15 લાખ યુનિટ લોન્ચ કરાયા હતા. જ્યારે ત્યારપછી 2016થી 2021 વચ્ચે 9.04 લાખ યુનિટ લોન્ચ થયા જે લગભગ 44 ટકાનો ઘટાડો બતાવે છે.

હવે જો હાઉસિંગ સેલની વાત કરીએ તો ટોપ 7 શહેરોમાં નોટબંધીના અગાઉના ત્રણ વર્ષમાં 2013થી 2016 વચ્ચે લોન્ચ થયેલા કુલ 16.15 લાખ યુનિટમાંથી હાઉસિંગ સેલનો હિસ્સો 11.78 લાખ હતો. જોકે, નોટબંધી પછી 9.04 લાખ યુનિટની લોન્ચ સામે હાઉસિંગ સેલનો આંકડો 10.37 લાખ યુનિટ થઇ ગયો છે. આમ, નોટબંધી પછી સપ્લાય કરતા ડિમાન્ડમાં વધારો દેખાઇ રહ્યો છે.

જાણકારો કહે છે કે હવે રીઅલ એસ્ટેટમાં રોકાણકારો એટલે કે પ્રોપર્ટીની ખરીદ કરીને વેચી નાંખનારાનું પ્રમાણ એન્ડ યૂઝર કરતા ઘટી ગયું છે. એટલે હવે એન્ડ યુઝર જ માર્કેટમાં મોટી ખરીદી કરી રહ્યો છે. લક્ઝરી પ્રોપર્ટીમાં પણ આ જોવા મળી રહ્યું છે.

બ્લેકના રૂપિયાનું પ્રમાણ ખતમ થઇ ગયું

રીઅલ એસ્ટેટમાં જ્યારે રોકાણકારોની બોલબાલા હતી ત્યારે બ્લેકના રૂપિયાનું પણ ચલણ વધારે હતું. પરંતુ હવે પ્રાયમરી બાયર માર્કેટમાં આવતા તે ઘટવા લાગ્યું છે. ખાસ કરીને મિડ સેગમેન્ટ અને અફોર્ડેબેલ હાઉસિંગમાં ડિમાન્ડ નીકળી છે. તો શું હવે બ્લેક મનીનું ચલણ પૂરેપુરૂં ખતમ થઇ ગયું છે..પુરી કહે છે ના પૂરી રીતે નહીં.

અગાઉ લોકો બ્લેક મનીને મેનેજ કરવા માટે પ્રોપર્ટીમાં રોકાણ કરતા હતા. પરંતુ હવે પ્રોપર્ટી ખરીદનારા પોતે તેમાં રહેવા માગે છે. એટલે બ્લેક મનીનું પ્રમાણ ઓછામાં ઓછી 75થી 80 ટકા સુધી ઘટી ગયું છે. જોકે, નાના શહેરોના સેમી અર્બન વિસ્તારોમાં હજુ પણ તે હયાત છે.

પુરીનું કહેવું છે કે બ્લેક મની ઘટવા પાછળનું મોટું કારણ એ છે કે હવે આ સેક્ટરમાં બ્રાન્ડેડ પ્લેયર્સ મોટાપાયે આવી ગયા છે. આ ઉપરાંત નોટબંધી, રેરા અને જીસએસટી પછી ગ્રાહકો પણ બ્રાન્ડેડ પ્લેયર્સ પાસેથી જ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. બ્રાન્ડેડ પ્લેયર્સ જે પહેલા લક્ઝરી સેક્ટરમાં જ કામ કરતા હતા તેમણે હવે મિડ સેગમેન્ટ અને અફોર્ડેબલ હાઉસિંગમાં મોટા પ્રમાણમાં પ્રવેશ કરવા લાગ્યો છે.

ANAROCK Researchના ડેટા જણાવે છે કે એપ્રિલથી ડિસેમ્બહર 2020 વચ્ચે 8 લિસ્ટેડ રીઅલ્ટી પ્લેયર્સનો ભાગ ઓવરઓલ હાઉસિંગ સેલમાં 22 ટકા વધી ગયો જે 2017માં 6 ટકા જ હતો. મોટા નોનલિસ્ટેડ પ્લેયર્સનો ભાગ પણ જે અગાઉ 11 ટકા હતો કે વધીને 18 ટકા થઇ ગયો.

હવે નોટબંધીની જે ખરાબ અસર પડી હતી તે ધીરે ધીરે નાબૂદ થઇ રહી છે. એટલે હવે એ બદલાવ આવ્યો છે કે હવે લોકો કાળું નાણું સેટ કરવા પ્રોપર્ટી નથી ખરીદતા પરંતુ પોતે તેનો ઉપયોગ કરવા માટે જ ખરીદી રહ્યા છે. આ મોટો ફેરફાર આવી ગયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp