પેટ્રોલ-રિઅલ એસ્ટેટ પર GSTનો નિર્ણય હવે પછી લેવાશે

PC: Livemint.com

GST કાઉન્સીલની 25મી મીટીંગ બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે પેટ્રોલ અને રીઅલ એસ્ટેટ પર હવે પછીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ગુરુવારની મીટીંગમાં આ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે વેપારીઓને 3-B રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ રહેશે. GSTRમાં રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસ પહેલાની જેમ યથાવત રહેશે. વેપારીઓને બન્ને તરફથી ઈનવોઈસ અપલોડ કરવાના રહે છે. હવે માત્ર સપ્લાય પર જ વેપારીઓએ ઈનવોઈસ ફાઈલ કરવાનું રહેશે. આ અંગે સહમતી સધાઈ ગઈ છે. 25 ફેબ્રુઆરીએ GST કાઉન્સીલની મીટીંગમાં નિર્ણય કરવામાં આવશે.

નાણા મંત્રીએ કહ્યું કે 40 હેન્ડીક્રાફટ આઈટમના નવા રેટ માટે પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. 29 ગૂડઝ અને 53 આઈટમ પર સર્વિસ ટેક્સને ઝીરો કરી દેવામાં આવ્યો છે. નવો રેટ 25મી જાન્યુઆરીથી અમલમાં આવશે. E-વે બીલ સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવી છે અને ઈન્ટ સ્ટેટ બીલ પહેલી ફેબ્રુઆરીથી અપલોડ થવાના શરૂ થઈ જશે.

જેટલીએ કહ્યું કે પેટ્રોલ અને રિઅલ એસ્ટેટ પરનાં GST રેટ અંગે કોઈ સંમતિ સાધી શકાઈ નથી અને આ મુદ્દાને હવે પછીની મીંટીંગમાં હાથ ધરવામાં આવશે. ટૂંકા સમયમાં જ રિઅલ એસ્ટેટને GSTનાં દાયરામાં સામેલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp