ગુજરાતમાં ટ્રાન્સફર ફી અને ડેવલમેન્ટ ચાર્જના નામે વસુલાતી બેફામ રકમ પર રોક લાગશે

PC: twitter.com

ગુજરાતમાં મકાનોના ટ્રાનસ્ફર અને ડેવલપમેન્ટ ચાર્જિસના નામે વસૂલવામા આવતી બેફામ રકમ પર રોક લાગશે. લોકસભા 2024ની ચૂંટણી પુરી થયા પછી ગુજરાત કો,ઓ. હાઉસીંગ સોસાયટી (સુધારણા) ખરડાને કાયદાનું સ્વરુપ અપાશે એમ જાણવા મળ્યું છે.

રાજ્યની હાઉસીંગ સોસાયટીઓ નક્કી કરવામાં આવેલી રકમ કરતા વધારે ટ્રાન્સફર ફી નહીં વસુલી શકશે. કોઇ પણ મકાનની જ્યારે ડીલ થાય છે ત્યારે સોસાયટી દ્રારા ટ્રાન્સફર ફી અને ડેવલમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આ બબાતે કેટલી રકમ વસૂલી શકાય તે હજુ સુધી ચર્ચાનો વિષય છે. ગુજરાત સરકાર આ વિશે ગયા બજેટ સત્રમાં એક ખરડો લાવી હતી. જેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી દીધી છે.

અત્યારે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ છે એટલે સરકાર આને કાયદા તરીકે જાહેર કરી શકે તેમ નથી, પરંતુ લોકસભાના પરિણામો જાહેર થયા પછી સરકાર ખરડા મુજબ નવા નિયમો તૈયાર કરશે પછી તેને કાયદાનું સ્વરૂપ અપાશે એટલે સોસાયટીના સભ્યોને બેફામ વસુલાતી ટ્રાન્સફર ફી અને ડેવલપમેન્ટ ચાર્જમાં રાહત મળી શકે છે.

જાણવા મળેલી વિગત મુજબ ગુજરાત સરકાર ડેવલમેન્ટ ચાર્જ પર અંકુશ લાવશે અથવા તો તેને ખતમ કરી શકે છે. ગયા મહિને જ્યારે ગુજરાત વિધાનસભામાં ગુજરાત હાઉસીંગ કો.ઓ. સોસાયટી (સુધારણા) રજૂ કરવામાં આવ્યો તો તેનો હેતું કો.ઓ. સોસાયટીનું મેનેજમેન્ટ વધુ સારી રીતે થાય તેના માટે હતો. સોસાયટીના તમામ સભ્યોના હીત જળવાઇ રહે તેના માટે કાયદો ઘડવામાં આવશે.

હાઉસીંગ સોસાયટીઓમાં જ્યારે કોઇ એક વ્યકિત બીજી વ્યક્તિ પાસેથી મકાન ખરીદે ત્યારે ટ્રાન્સફર ફી આપવી પડતી હોય છે. પરંતુ આ ટ્રાન્સફર ફી કેટલી હોવી જોઇએ તેના વિશે વિવાદ થયો છે. કેટલીક સોસાયટીઓ એકદમ ઉંચી ટ્રાન્સફર ફી વસૂલે છે. સરકારે 1951ના કો.ઓ. હાઉસીંગ સોસાયટીના જે નિયમો નક્કી કર્યા છે તેના કરતા વધારે ટ્રાન્સફર ફી વસૂલી શકાતી નથી.

આ ખરડો જ્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે રાજયકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, હાલનો જે ધારો છે તેમાં નવા મકાન માલિક પાસેથી કેટલી ટ્રાન્સફર ફી વસૂલવી તે વિશે કોઇ જોગવાઇ નથી. આ એક્ટ હેઠળ દર વર્ષે 1500 નવી હાઉસીંગ સોસાયટીઓ રજિસ્ટર્ડ થાય છે. સોસાયટીઓ પોતાની મુનસફી મુજબ ટ્રાન્સફર ફી વસૂલતી હતી. નવા સુધારા પછી સોસાયટી મન ફાવે તેમ ટ્રાન્સફર ફી ઉઘરાવી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp