બજેટઃ 10 લાખ કરોડના ખર્ચે જાણો દેશમાં કેટલા PM આવાસ યોજના હેઠળ ઘર બનશે

PC: twitter.com

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતા કહ્યું હતું કે, લોકોએ અમારી સરકારને દેશને મજબૂત વિકાસ અને સર્વાંગી સમૃદ્ધિના માર્ગ પર લઈ જવાની અનન્ય તક આપી છે. પીએમ આવાસ યોજના વિશે વાત કરતા  કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધારાના મકાનોની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે બજેટમાં જરૂરી ફાળવણી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ  રૂ. 10 લાખ કરોડના રોકાણ સાથે 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે. જેમાં આગામી 5 વર્ષમાં ₹2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાયનો સમાવેશ થશે. તેમણે વધુમાં કહ્યું કે, પોષણક્ષમ દરે લોનની સુવિધા માટે વ્યાજ સબસિડીની જોગવાઈની પણ કરવામાં આવી છે.

ભાડાના મકાન પર બોલતા, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક કામદારો માટે શયનગૃહ પ્રકારની આવાસ સાથે રેન્ટલ હાઉસિંગને પીપીપી મોડમાં વીજીએફના સમર્થન અને એન્કર ઉદ્યોગોની પ્રતિબદ્ધતા સાથે સુવિધા આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વિસ્તૃત ઉપલબ્ધતા સાથે કાર્યક્ષમ અને પારદર્શક ભાડાના આવાસ બજારો માટે નીતિઓ અને નિયમોને સક્ષમ કરવા પણ મૂકવામાં આવશે.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર 'શહેરોને વૃદ્ધિનાં કેન્દ્રો તરીકે વિકસાવવાની સુવિધા આપવા રાજ્યો સાથે મળીને કામ કરશે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, આ આર્થિક અને પરિવહન આયોજન દ્વારા અને ટાઉન પ્લાનિંગ યોજનાઓનો ઉપયોગ કરીને પેરી-અર્બન વિસ્તારોનો વ્યવસ્થિત વિકાસ કરીને હાંસલ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ તેમના બજેટ ભાષણમાં વધુમાં જણાવ્યું હતું કે, પરિવર્તનકારી અસર સાથે વર્તમાન શહેરોના રચનાત્મક બ્રાઉનફિલ્ડ પુનર્વિકાસ માટે, સરકાર નીતિઓ, બજાર-આધારિત મિકેનિઝમ્સ અને નિયમનને સક્ષમ બનાવવા માટે એક માળખું ઘડશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ તેમના કેન્દ્રીય બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, 30 લાખથી વધુની વસતિ ધરાવતાં 14 મોટાં શહેરો માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ યોજના છે, જેની સાથે અમલીકરણ અને ધિરાણ વ્યૂહરચના પણ છે.

પાણીનાં પુરવઠા અને સ્વચ્છતા વિશે વાત કરતાં કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને બહુપક્ષીય વિકાસ બેંકો સાથેની ભાગીદારીમાં બેંક યોગ્ય પ્રોજેક્ટ્સ મારફતે 100 મોટા શહેરો માટે પાણી પુરવઠો, સુએઝ ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને સેવાઓને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ યોજનાઓમાં સિંચાઈ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ અને નજીકના વિસ્તારોમાં ટાંકી ભરવાની પણ કલ્પના કરવામાં આવશે.

નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે, સરકાર આગામી પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે  શેરી  વિક્રેતાઓનાં જીવનમાં પરિવર્તન લાવવા પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાની સફળતાને આગળ વધારવા માટે પસંદ કરેલાં શહેરોમાં 100 સાપ્તાહિક 'હાટ' કે સ્ટ્રીટ ફૂડ હબ વિકસાવવા માટે એક યોજનાનું નિર્માણ કરવાની કલ્પના કરે છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, કેન્દ્ર સરકાર તમામ માટે દરોમાં ઘટાડો કરવા માટે ઊંચી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનું ચાલુ રાખતાં રાજ્યોને પ્રોત્સાહન આપશે તથા મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી મિલકતો માટે ડ્યુટીને વધુ ઘટાડવાની વિચારણા પણ કરશે.આ સુધારાને શહેરી વિકાસ યોજનાઓનો આવશ્યક ઘટક બનાવવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp