26th January selfie contest

ગાંધીનગરમાં એક ઠગ કરોડોની જમીન તેના જ માલિકને વેચવા પહોંચી ગયો અને પછી...

PC: khabarchhe.com

ગાંધીનગરના પેથાપુરમાં આવેલી કરોડોની જમીન માલિકની જાણ બહાર વેંચી મારવા માટે એક ઠગ ટોળકીએ કારસો રચ્યો હતો. જમીન માલિકના નામના ખોટા આધાર અને પાન કાર્ડ બનાવી જમીન વેંચવા માટે નિકળેલી ટોળકી અનાયાસે જમીન માલિકને જ તેમની જમીન વેંચવા માટે પહોંચી જતાં ભાંડે ફુટયો હતો. આ મામલે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી ઠગ ટોળકીના સભ્યોને ઝડપી લીધા છે.

અમદાવાદમાં બીલ્ડીંગ ક્ન્સટ્રકશનનો વ્યવસાય કરતા હતીશ પ્રભુદાસ ચૌધરીના પિતા પ્રભુદાસ ચૌધરીએ દસ વર્ષ પહેલા પેથાપુરમાં બે કરોડમાં એક જમીન ખરીદી હતી. થોડાક સમય પછી તેમને માહિતી મળી કે કોઈક વ્યકિત પોતાની ઓળખ પ્રભુદાસ પટેલ તરીકે આપી પેથાપુરની જમીન વેંચવા માટે ફરી રહ્યો છે. જો કે તે વખત ખરેખર કોણ બજારમાં ફરી રહ્યો છે તેની જાણકારી મળી નહીં. દરમિયાન થોડા જ દિવસ પહેલા હતીશના એક મિત્ર ચીંતન ચૌધરી પાસે એક વ્યકિત જમીન વેચવા આવી હતી. આથી ચીંતન ચૌધરીએ કન્સટ્રકશનનો વ્યવસાય કરતા હતીશને જાણ કરી કે પેથાપુરની એક જગ્યા વેચવાની છે જો તમારે લેવી હોય તો કહો.

હતીશ ચૌધરીના પિતા પ્રભુદાસની જમીન પણ પેથાપુરમાં આવી હોવાને કારણે હતીશ ચોધરી જમીન ખરીદવામાં રસ દાખવી જમીન માલિકને ટોકન આપવા માગે છે તેમ જણાવી ચીંતન ચૌધરીને ગાંધીનગરમાં બોલાવ્યા હતા. આથી બે દલાલો સાથે એક વ્યકિત આવી હતી. તેણે પોતાનો પરિચય પ્રભુદાસ પટેલ તરીકે આપ્યો હતો. ઓળખના પુરાવામાં આધાર અને પાન કાર્ડ પણ રજુ કર્યુ હતું. આમ જમીનના મૂળ માલિક પોતે જ છે તેવુ પ્રસ્થાપિત કરવા ઠગે પ્રભુદાસના નામના આધાર-પાન કાર્ડ બનાવી લીધા હતા. હતીશ ચૌધરી દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સેકટર 21 પોલીસ ત્યાં પહોંચી હતી.

જયાં પોલીસે પોતાને પ્રભુદાસ પટેલ તરીકે ઓળખવાતી વ્યકિતની પુછપરછ કરતા તેનું સાચુ નામ દિલીપસિંહ ઝાલા હોવાનું જણાવ્યુ હતું. પરંતુ પોતાને આ બનાવટી કાર્ડ પેથાપુરા ધનશ્યામ સિંહ ડાભીએ બનાવી આપ્યા હોવાનું કહ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે પેથાપુરની જમીનના મુળ માલિક રતનસિંહ ડાભી હતા. તેમણે પોતાની જમીન પ્રભુદાસ પટેલને વેંચી હતી. જો કે ત્યાર બાદ આ જમીનનું ધ્યાન રતનસિંહ જ રાખતા હતા. પણ એક વર્ષ બાદ પ્રભુદાસે જમીન સંભાળની જવાબદારી રતનસિંહ પાસેથી લઈ લીધી હતી. આ બાબતનું રતનસિંહના પુત્ર ઘનશ્યામસિંહને ખરાબ લાગતા તેણે જમીન માલિકની જમીન બારોબાર વેંચી મારવા માટે કારસો રચ્યો હતો. જો કે ઠગ પોલીસે તેમને ઝડપી લીધા છે. હવે જોવાનું રહ્યુ કે આ ટોળકીએ અગાઉ કેટલાને નિશાન બનાવ્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp