વિરાટ કોહલી-અનુષ્કાએ મુંબઇમાં દરિયા કિનારે ઘર ભાડે રાખ્યું, જાણો કેટલું છે ભાડું

PC: zeenews.india.com

ક્રિક્રેટમાં ‘વિરાટ’ નામના ધરાવતા વિરાટ કોહલી અને બોલિવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ મુંબઇમાં દરિયા કિનારે એક આલિશાન ફ્લેટ ભાડે લીધો હોવાનું જાણવા મળ્યું છે. સ્વાભાવિક રીતે પોશ એરિયામાં ઘર રેન્ટ પર લીધું હોવાને કારણે ભાડું પણ તગડું જ રહેવાનું. તો વિરાટે ક્યાં ફલેટ ભાડે રાખ્યો અને મહિને કેટલાં રૂપિયાના ભાડાં પર ફ્લેટ રાખ્યો છે તેની વિગત હવે આગળ જાણો.

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈમાં એક ફ્લેટ ભાડા પર લીધો છે. જાણવા મળેલી માહિતી મુજબ, આ ફ્લેટ જુહૂ વિસ્તારમાં દરિયા કિનારાની નજીક છે અને ચોથા માળે SEA ફેસવાળો ફ્લેટ છે. Zapkey.com ના એક અહેવાલ મુજબ,  વિરાટ કોહલીએ 1,650 વર્ગ ફૂટના ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા છે. 17 ઓક્ટોબરે આ ડીલ ફાઇનલ પણ કરવામાં આવી છે.

જે ફ્લેટને વિરાટ- અનુષ્કાએ રેન્ટ પર લીધો છે, તેનું ભાડું મહિને 2.76 લાખ રૂપિયા છે. આ ફ્લેટ માટે બે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. જાણવા મળેલી માહિતી મુજબ, આ ફ્લેટ ક્રિક્રેટ એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે, જે વડોદરાના શાહી પરિવારના વંશજ છે. વિરાટ કોહલીનો જન્મ એક સાવ સામાન્ય પરિવારમાં થયો હતો, પરંતુ આજે તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. દિલ્હીના સામાન્ય પરિવારમાંથી આવીને ક્રિકેટની દુનિયામાં આવેલા વિરાટ પાસે વર્ષ 2021માં કુલ 950 કરોડની સંપત્તિ નોંધાયેલી છે. મતલબ કે 127 મિલિયન US ડૉલર હતી.

GQ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 10 બેસ્ટ સેલિંગ એથ્લેટ્સની યાદીમાં વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. હોપરહક અનુસાર, કોહલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દીઠ 8.9 કરોડ રૂપિયા લે છે. ફોર્બ્સ અનુસાર, કોહલી ઓડી, પુમા, મિંત્રા અને અન્ય બ્રાન્ડ્સથી વાર્ષિક 20 મિલિયન ડૉલર (રૂ. 165 કરોડ) કમાય છે.

અનુષ્કા અને વિરાટ કોહલી ઉત્તરાખંડમાં રજાઓ ગાળતા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બંને ઉત્તરાખંડના નીમ કરોલી બાબાના આશ્રમ પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ પછી બંને નૈનીતાલના કૈંચિધામ પણ પહોંચ્યા. જ્યાં તેમણે ફેન્સ સાથે તસવીરો પણ ખેંચાવી હતી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 2017માં થયા હતા. 2021માં તેમની પુત્રી વામિકાનો જન્મ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp