હાઉસિંગ લોનમાં સરકારી સહાય ક્યા રાજ્યએ વધુ મેળવી છે?

PC: realtynxt.com

સરકારની એફોર્ડેબલ સ્કીમમાં લોન લઇને ઘર ખરીદવાનું પસંદ કરતાં ગુજરાતી પરિવારો સરકારી સહાય મેળવવામાં અગ્રેસર રહ્યાં છે. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં હાઉસિંગ લોનમાં કેન્દ્રની સહાય યોજનાનો સૌથી વધુ લાભ મળ્યો છે.

દેશના શહેરી વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમોમાં કેન્દ્રની મોદી સરકારની લોન સહાય યોજના છે જેનો લાભ શહેરી વિસ્તારના ઘર ખરીદવા માગતા પરિવારો લઇ શકે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ વિભાગના આંકડા પ્રમાણે CLSS અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના 2.75 લાખ લાભાર્થીઓને અત્યાર સુધીમાં લોન સહાય આપવામાં આવી છે.

શહેરી વિસ્તારમાં વડાપ્રધાન આવાસ યોજનામાં હાઉસિંગ લોનમાં સરકારી સહાય યોજનાનો લાભ લેનારા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે અને સૌથી વધુ 88,000 લાભાર્થીઓ એકમાત્ર ગુજરાતના છે. આ યોજનાનો લાભ લેવામાં ગુજરાત પછી બીજા સ્થાને મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના 74000, મધ્ય પ્રદેશના 15000, ઉતર પ્રદેશના 15000 અને તામિલનાડુના 10000 પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે.

અગાઉની સરકારમાં વડાપ્રધાન આવાસ યોજના હતી પરંતુ 2004થી 2014 સુધીના સમયમાં માત્ર 18000 પરિવારોએ હાઉસિંગ લોનમાં સબસીડીનો લાભ લીધો હતો પરંતુ NDAની સરકારમાં અત્યાર સુધીમાં 2.75 લાખ પરિવારોએ 6000 કરોડની સબસીડીનો લાભ મેળવ્યો છે.

કેન્દ્રની યોજના છે કે આ સ્કીમમાં આવનારા માર્ચ મહિના સુધીમાં 25 લાખ નવા ઘરનું નિર્માણ કરીને જરૂરિયાત મંદ પરિવારોને આપવાનું લક્ષ્યાંક છે. 2022 સુધીમાં પ્રત્યેકને ઘર નું ઘર આપવાની મોદી સરકારની યોજનામાં ગુજરાતનો સહયોગ વધારે જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp