ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કેમ કરી રહ્યા છે?
કોઇ ઘર ખરીદી કરે તો સગા સંબધી, મિત્રો,સ્વજનો અભિનંદન આપે, પરંતુ ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથે પોતે નવું ઘર લીધું તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થઇ રહ્યા છે. કામથે પોતે પોડકાસ્ટ પર જાહેરાત કરી કે તેમણે નવું ઘર ખરીદ્યું છે.
ઝીરોધો સ્ટોક માર્કેટ માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ છે અને રોકાણકારોને સલાહ આપતી કંપની છે. નિખિલ કામથને ટ્રોલિંગ કરવા પાછળનું કારણ એ છે કે, અત્યાર સુધી નિખિલ કામથ લોકોને એવી સલાહ આપતા રહ્યા છે કે, ઘર ખરીદવાને બદલે ભાડાના ઘરમાં રહેવું વધારે ફાયદાકારક છે. લોકોને સલાહ આપીને પોતે ઘર ખરીદી લેતા લોકો ગુસ્સે થયા છે.
એક યૂઝરે લખ્યું કે, નિખિલ કામથે સમગ્ર ઇન્વેસ્ટર્સ કમ્યુનિટી સાથે દગો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp