32 વર્ષના પાકિસ્તાનીના પ્રેમમાં પડી જાપાની 50 વર્ષીય મહિલા, ચોથીવાર કર્યા લગ્ન

PC: aajtak.in

કહેવાય છે કે સાચા પ્રેમમાં રંગ-રૂપ, જાતિ, ધર્મ અને ઉંમર જેવી વસ્તુઓ જોવામાં આવતી નથી. એક એવો જ કિસ્સો પાકિસ્તાનમાં સામે આવ્યો છે. જેમાં જાપાનની એક મહિલા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પોતાનો દેશ છોડીને પાકિસ્તાન આવી ગઈ છે. મહિલાની ઉંમર જ્યાં 50 વર્ષ છે. ત્યા પાકિસ્તાની છોકરાની ઉંમર માત્ર 32 વર્ષની છે. બંને સોશિયલ નેટવર્કીંગ સાઈટ ફેસબુક પર મળ્યા હતા. ધીમે ધીમે આ વાતચીત પ્રેમમાં પરિણમી હતી. મહિલાનું નામ હયાસાકા સૈકા છે, જેને એક પુત્રી પણ છે. સૈકા પાકિસ્તાની યુવકના પ્રેમમાં પડી પાકિસ્તાન આવી ગઈ અને યુવકે પણ તેના ઉંમરને ધ્યાનમાં ન લેતા તેની સાથે લગ્ન કરી લીધા છે.

આ પાકિસ્તાની છોકરાએ તેની પુત્રીને પણ અપનાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા આ જાપાની મહિલાએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે અને પછી જ બંનેના નિકાહ સંપન્ન થયા છે. આ નિકાહ સમારોહના નજીકના સંબંધીઓ જ સામેલ થયા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ જાપાની મહિલાના ચોથા લગ્ન છે.

ગયા વર્ષે પણ પાકિસ્તાનમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. પોલેન્ડની 83 વર્ષની મહિલાને પાકિસ્તાનના પંજાબના હાફિઝાબાદના 28 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના પછી તે મહિલા પોતાના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે તેના ઘરે પણ આવી હતી. આ સિવાય દુનિયામાં ઘણા એવા કિસ્સોઓ જાણવા મળે છે જેમાં ધર્મ અને ઉંમર અથવા તો દેશની સીમા પ્રેમમાં પડેલા લોકોને નડતી નથી. એવા ઘણા બધા કપલ છે જેમાં એક પાકિસ્તાની અને એક ભારતીય છે. થોડા દિવસો પહેલા જ યુક્રેનની એક યુવતી તેનો દેશ છોડીને દિલ્હીમાં રહેતા તેના બોયફ્રેન્ડના ઘરે આવી પહોંચી હતી અને હવે આ બંને જણા લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલી યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધના કારણે લાખો લોકોને અત્યાર સુધી યુક્રેન છોડીને બીજા દેશોમાં સ્થાયી થવાની ફરજ પડી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp