17 બાળકોની દાદીએ 24 વર્ષના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, સેક્સ લાઈફ વિશે કહી આ વાત

PC: instagram.com/therealoliver6060

પ્રેમમાં ડૂબેલા લોકો માટે ઉંમર તો માત્ર એક આંકડો હોય છે. 17 બાળકોની એક દાદીએ આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. 61 વર્ષીય શેરિલ મેકગ્રેગરે 24 વર્ષીય બોયફ્રેન્ડ કુરેન મેકકેનને પોતાનો જીવનસાથી બનાવ્યો છે. બંનેના લગ્નનો નજારો લોકોએ ટિક-ટોક પર લાઈવ જોયો. એકબીજાને પ્રેમ કરતા આ કપલની ઉંમરમાં આશરે 37 વર્ષનું અંતર છે.

શેરિલ અને કુરેનના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ વિવિધ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે, પરંતુ કપલનું કહેવુ છે કે તેમને આ બધી વાતોથી કોઈ ફેર નથી પડતો. ઉંમરમાં મોટું અંતર હોવા છતા તે બંને એકબીજાને પ્રેમ કરે છે અને તેમની સેક્સ લાઈફ પણ ખૂબ જ સારી ચાલી રહી છે.

રિપોર્ટ અનુસાર, કુરેનની ઉંમર એ સમયે માત્ર 15 વર્ષ હતી, જ્યારે તે પહેલીવાર શેરિલને મળ્યો હતો. વર્ષ 2020માં જ્યારે કુરેન 23 વર્ષનો થઈ ગયો તો બંને એકવાર ફરી ઓનલાઈન પ્લેટફોર્મ પર મળ્યા અને એકબીજાને ડેટ કરવા માંડ્યા.

કુરેન અને શેરિલે ટિકટોક પર Onlyfans નામનું એક અકાઉન્ટ પણ બનાવ્યું છે, જેના પર તેઓ સાથે વીતાવેલી સુંદર પળોને ફેન્સની સાથે શેર કરે છે. બંનેના લગ્નનો લાઈવ નજારો પણ તેમના હજારો ફેન્સે જોયો હતો.

લગ્નના દિવસે શેરિલ કોઈ નવીનવેલી દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. તેણે પોતાના વ્હાઈટ વેડિંગ ડ્રેસને ચમકદાર નેલપેન્ટની સાથે ટીમઅપ કર્યું હતું. તેણે પોતાના ગોલ્ડન વાળને કર્લ કર્યા હતા. જ્યારે કુરેને એક ઓફ વ્હાઈટ કલરનો સૂટ પહેર્યો હતો.

લગ્ન બાદ કુરેને કહ્યું, અમે બંનેએ ટેનેસી (અમેરિકા)માં લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન અમારો એક ફ્રેન્ડ પણ ત્યાં હાજર હતો. એકબીજાનો હાથ પકડ્યા બાદ અમે સારું ખાવાનું ખાધુ. ત્યારબાદ અમે અમારી હોટેલમાં ગયા, જ્યાં અમે આશરે બે કલાક સુધી સારો ટાઈમ સ્પેન્ડ કર્યો.

કુરેને જણાવ્યું કે, 15 વર્ષની ઉંમરમાં તે એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો, જે શેરિલનો દીકરો ક્રિસ ચલાવતો હતો. પરંતુ અમને લાંબા સમય સુધી એકબીજા માટે ફીલિંગ્સ નહોતી થઈ. આ સિલસિલો ત્યાં જ અટક્યા બાદ બંને 4 નવેમ્બર, 2020ના રોજ ફરીવાર એકબીજાને મળ્યા.

કુરેન કહે છે કે, તેણે ક્યારેય કોઈ યુવતી માટે એવું નથી અનુભવ્યુ, જેવી ફીલિંગ્સ તેને શેરિલની સાથે આવે છે. કુરેને જણાવ્યું કે, તેણે એક ઓલિવ ગાર્ડન રેસ્ટોરન્ટમાં શેરિલને પ્રપોઝ કર્યું હતું અને તેને આશરે સવા બે લાખ રૂપિયાની એંગેજમેન્ટ રિંગ પણ પહેરાવી હતી.

Photo Source: instagram.com/therealoliver6060

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp