લગ્નના 33 વર્ષ પછી પતિએ-પત્નીની સાથે કરી છેતરપીંડી, પત્નીનો ચોંકાવનારો નિર્ણય
લગ્ન જીવનમાં પાર્ટનર્સના વચ્ચે ઝઘડાઓ થવા સામાન્ય વાત છે, પણ જો બંને લોકોની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો આ બધી વાતોનો કોઈ ફરક નથી પડતો, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, તો તેની મોટામાં મોટી ભૂલને પણ માફ કરી દો છો. હાલમાં જ એક એવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની કહાની શેર કરી છે. વ્યક્તિનું કહેવું છે કે, તેએ પત્નીની છેતરપિંડી કરી છે, તે ઉપરાંત પત્નીએ તેને માફ કરી દીધો છે.
શું છે પૂરો મામલો?
પોતાની કહાની શેર કરતા વ્યક્તિએ કહ્યું કે, કિશોરાવસ્થાથી જ બાયસેકસુઅલ રહ્યો છું, તે ઉપરાંત મે લગ્ન કર્યા અને મને સારી પત્ની મળી છે, અમારા લગ્નને 33 વર્ષ થઇ ગયા છે. વ્યક્તિએ કહ્યું કે, લગ્ન પછી પણ મે બીજી મહિલાઓ સાથે સંબંધ રાખ્યા હતા.
વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે, ‘અમારા બે બાળકો છે. એક દીકરી અને એક દીકરો. જ્યારે અમારી દીકરી 30 વર્ષની હતી, ત્યારથી જ એકલી રહી છે, જ્યારે અમારો 28 વર્ષનો દીકરો ખૂબ જ દારૂ પીએ છે અને અમારી સાથે જ રહે છે.’ વ્યક્તિએ જણાવ્યું કે, અમારા જીવનમાં એક એવો સમય આવ્યો, જ્યારે હું ખૂબ જ પરેશાન રહેતો હતો અને તેવું અમારી દીકરીના મૃત્યુ પછી થયું, દીકરીના મૃત્યુએ અમને અંદરથી નબળું બનાવી દીધું હતું. આ દરમિયાન અનેક ભૂલો કરી.
વ્યક્તિએ જણાવ્યું કે, હું આટલો દુ:ખી હતો કે, મે લગ્ન ઉપરાંત અનપ્રોટેકડ શારીરીક સંબંધ બનાવવાનું શરૂ કર્યુ હતું. આ ભૂલના કારણે હું ત્રણ વર્ષ પહેલા HIVથી સંક્રમિત થયો. આ વાતનું મને પૂર્ણ જીવન દુ:ખ રહેશે. હું અને મારી પત્ની હજુ પણ એક સાથે છીએ અને આ બધી વાતો જાણ્યા, પછી પણ મારી પત્નીએ મને માફ કરી દીધો છે, પણ મે જે ભૂલ કરી છે, તેનો મને પૂર્ણ જીવન દુ: ખ રહેશે. વ્યક્તિએ જણાવ્યું કે, મે મારા દુ:ખમાં એવી ભૂલ કરી, જેને પૂર્ણ જીવન ભૂલી શકીશ નહિ અને પોતાને ક્યારેય પણ માફ કરી શકીશ નહીં.
એક્સપર્ટસનું કહેવું છે કે, મહત્તમ લોકો લગ્ન થયા પછી પણ ઘરની બહાર બીજા લોકો સાથે સંબંધ બનાવે છે, પણ પાર્ટનર સાથે છેતરપિંડી કરવી પોતાના લગ્ન જીવનને બરબાદ કરી શકે છે. પોતાની કોઈ પણ નજીકની વ્યક્તિ દુનિયા છોડીને જાય છે, તે વાતથી ખૂબ જ દુ:ખ થાય છે. જેના કરને પૂર્ણ પરિવારને આ દુ:ખનો સામનો કરવો પડે છે. એવા સમયે જરૂરી છે કે પોતાની દીકરીના મૃત્યુના દુ:ખથી બહાર નીકળવા માટે તમે કોઈ કાઉન્સિલિંગની મદદ લો. આ દુ:ખને એકલા સહન કરવા કરતા પરિવાર સભ્યો સાથે તેને શેર કરો, જેથી તમને મદદ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp