બ્રેકઅપ પછી CAએ છોકરીને 7 મહિનાનું બિલ મોકલ્યું,ખર્ચના અડધા પૈસા માગ્યા,GST સાથે

PC: lokmatnews.in

પ્રેમ આંધળો છે? તે હોય શકે છે, પરંતુ આ માણસનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેનો પ્રેમ એવો હતો કે, તે દરેક નાની નાની વસ્તુ પર તીક્ષ્ણ નજરે નજર રાખતો હતો. પ્રેમનો હિસાબ નહીં, પ્રેમ દરમિયાન થયેલા ખર્ચનો હિસાબ અને આ પોસ્ટ વાયરલ થઈ હોવાનું માનવામાં આવે છે. એવું થવાનું પણ હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે, વ્યક્તિએ 18 ટકા GST ઉમેરીને આ હિસાબ છોકરીને મોકલી આપ્યો હતો. ચાલો તમને જણાવીએ કે આગળની વાર્તા શું છે.

હકીકતમાં, એક મહિલાએ X પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના રૂમમેટે એકવાર એક CAને ડેટ કરી હતી અને જ્યારે તેઓનું બ્રેક અપ થયું, ત્યારે તે વ્યક્તિએ એક એક્સેલ શીટ મોકલી. જેમાં સંબંધ દરમિયાન થયેલા ખર્ચનો સંપૂર્ણ હિસાબ હતો.

હિસાબ પણ એવો કે Xના લોકો ગાંડા થઈ ગયા છે. પહેલા તમામ હિસાબ જોઈ લઈએ અને પછી લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરીએ.

મહિલા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં, સંબંધનો કુલ સમય 7 મહિનાનો હોવાનું કહેવાય છે. અને ખર્ચ રૂ.1,02,772 નો થયો હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં યુવતીનો હિસ્સો 51,386 હોવાનું જણાવાયું હતું. આટલું જ નહીં, વાર્તામાં હજી ઘણું બધું છે, તેના પર 18 ટકા GST લાદવાની વાત પણ લખવામાં આવી છે. છે ને અદ્ભુત ગણતરી...

પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં ઓટો રાઈડ માટે 392 રૂપિયા, ફૂલો માટે 1200 રૂપિયા અને મચ્છર ભગાડનાર અગરબત્તી માટે 250 રૂપિયાનો હિસાબ છે. વાત અહીં અટકતી નથી. યુવતીના મિત્ર સાથે યોજાયેલી પાર્ટી અને 10 રૂપિયાની સિગારેટનો પણ બરાબરનો હિસાબ છે. આવા હિસાબને જોઈને લોકોએ અદ્ભુત કોમેન્ટ્સનો વરસાદ પણ કર્યો છે.

પોસ્ટ પર ટિપ્પણી કરતા, YouTuber અને લેબર લો એડવાઈઝર (LLA)ના સહ-સ્થાપક રિષભ જૈને લખ્યું, અમેઝિંગ એકાઉન્ટિંગ કરવામાં આવ્યું છે. 10 રૂપિયા સુધીનો હિસાબ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ ઓડિટ અથવા એકાઉન્ટિંગના કામ માટે એક આદર્શ વ્યક્તિ હશે. તેણે વ્યક્તિનું ઈમેલ અને લિંક્ડઈન એકાઉન્ટ પણ માંગ્યું હતું.

કેટલાક યૂઝર્સ આ પોસ્ટ પર ઝીણી નજર નાખતા પણ જોવા મળ્યા હતા. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી કે, ભાઈએ 4 ટકાના વ્યાજ દર સાથે EMI હપ્તાનો વિકલ્પ પણ રાખ્યો છે. એક યુઝરે એક એકદમ ઝીણા મુદ્દાને પકડ્યો અને લખ્યું કે આ CA જાણે છે કે, ક્યારે રોકાણ કરવું, જાન્યુઆરીમાં ઓછો ખર્ચ અને ફેબ્રુઆરીમાં વધુ.

આ વાયરલ પોસ્ટને અત્યાર સુધીમાં લગભગ 13 લાખ વખત જોવામાં આવી છે અને તેને એક હજારથી વધુ વખત શેર પણ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp