ભાષાંતર ના કરો મારી લાગણીઓનું કેમ કે એમાં પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ વધુ છે
(Utkarsh Patel)
લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને.
લાગણીઓ આપણા જીવનમાં સુખ અને દુઃખ લાવતી હોય છે. લાગણીઓથી જ પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. વધુ લાગણીશીલ હોવું સારું સાબિત થતું નથી અને ઓછા લાગણીશીલ હોવું પણ બીજાને દુઃખ આપી જનારું સાબિત થતું હોય છે.
આપણે લાગણીશીલ હોઈએ એટલે લાગણીઓની વાત કરી લઈએ કેમ કે જેમનામાં લાગણીઓ ઓછી છે કે છેજ નહીં એમની પાછળ સમય વેડફવો જોઈએ નહીં એવું મારું માનવું છે.
લાગણીશીલ વ્યક્તિઓ હંમેશાં કંઈક સારી ભાવના વાળા જ હોય છે, તેઓ સૌનું સારું જ વિચારે અને સારું જ કરે. લાગણીશીલ વ્યક્તિઓ ક્યારેય એમની સાથે છળ કપટ દગો કે અપમાન કરનારાઓનું પણ અહિત કે અપમાન કરતા નથી અને સંબંધો પર પૂર્ણવિરામ પણ મૂકતા નથી. ખોટા દુઃખદ વ્યવહાર કે અનુભવ પછી લાગણીશીલ વ્યક્તિઓ એવા સંબંધોથી મૌન અને અંતર રાખી સબંધોમાં અલ્પવિરામ મૂકી દેતા હોય છે! આવા લાગણીશીલ વ્યક્તિઓ જ સમાજમાં મનાવતા જીવીત રાખી શક્યા છે. લાગણીશીલ વ્યક્તિઓ તેમનું અહિત કરનારાઓની પણ નીંદા સાંભળતા નથી કે નીંદક બનતા પણ નથી!
લાગણીઓને સમજજો. પોતાની લાગણીઓ, કૌટુંબિક સ્વજનોની લાગણીઓ, મિત્રો અને સમાજજીવનમાં પરિચિતોની લાગણીઓ સમજજો. લાગણીઓને સમજીલેવાથી આપ સમજી શકશો કે સુખને આમંત્રણ આપી રહ્યા છો કે દુઃખને.
મારા જીવનના અનુભવ સાર મુજબ વાત અલ્પવિરામ અને પૂર્ણવિરામ ની...
અલ્પવિરામ આપણને પ્રભુ શ્રી રામના જીવન થી શીખી શકીએ અને ઘણા અલ્પવિરામો પછી મજબૂરીનું પૂર્ણવિરામ આપણે પ્રભુ શ્રી કૃષ્ણ પાસેથી શીખી શકીએ.
અગત્યનું:
ચોક્કસથી લાગણીશીલ બનજો પણ સંબંધોમાં અલ્પવિરામ કયા મુકવું એ જરૂરથી શીખજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp